Book Title: Siddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૬૭.
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૩-૧૧-૩૨ ૯૭ પ્રશ્ન- શાસનમાં પરમ મંગળરૂપ પદાર્થ કયા કયા ? ઉત્તર- - સમ્યગ્ગદર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ છે; આ સિવાય ઉત્કૃષ્ટ મંગલ કોઇજ નથી ! ૯૮ પ્રશ્ન- પરમાણુ કોને કહેવા ? ઉત્તર- તત્ત્વાર્થસૂત્રના કર્તા શ્રી ઉમાસ્વાતિ મહારાજ શ્રી પ્રશમરતિમાં ફરમાવે છે કે
“પરમારપ્રવેશ” એટલે કે જેના બે વિભાગ ન પડી શકે તે પરમાણુ. ૯૯ પ્રશ્ન- મિથ્યાત્વથી ગાઢ વાસિત થયેલાને શાસ્ત્રથી કેમ નુકશાન થાય છે ? ઉત્તર- નાકકટ્ટાને અરીસો અને વાંદરાને જેમ દર્પણ, તેમ તેને પણ શાસ્ત્ર બતાવતાં ફાયદો તો
ન જ કરે પણ ઉલટો તે નાકકટ્ટાને વાંદરાની માફક શાસ્ત્રને જ નુકશાન કરે છે ! ૧૦૦ પ્રશ્ન- દીક્ષાનો વ્યુત્પત્તિ અર્થ તો વ્રત, નિયમ, મુંડન વિગેરે છે પણ નિરૂત્તિ અર્થ શો ? ઉત્તર- શ્રેયોલાના શિક્ષપત્ર સતાં મદ તીક્ષેતિ' ભાવાર્થ-શ્રીહરિભદ્રસૂરીશ્વરજી
મહારાજા ષોડશકમાં જણાવે છે કે એકાન્ત કલ્યાણને આપનારી અને પાપનો
નાશ કરનારી એવી સટુરુષોએ માન્ય કરેલી વસ્તુ તે ફક્ત એક દીક્ષા જ છે !!! ૧૦૧ પ્રશ્ન- શાસ્ત્રનો વ્યુત્પત્તિ અર્થ તો જીવાદિ પદાર્થને સમજાવે તે છે, પણ નિરૂક્ત અર્થ
શો? ઉત્તર
ઉપાધ્યાયજી ભગવાન ન્યાયાચાર્ય શ્રીમદ્યશોવિજ્યજી મહારાજા પોતાના જ્ઞાન અષ્ટકમાં જણાવે છે કે “શાસનાત્રિાપશોશ, પુર્ઘ શાસ્ત્ર નિરુચ્યતે” ભાવાર્થ-નવા સમ્યગુદર્શનાદિ ધર્મની પ્રાપ્તિ માટે શિખામણ આપે અને પ્રાપ્ત થયેલા તે સમ્યગ્દર્શનાદિ ધર્મની રક્ષાની શક્તિ સમર્પણ કરે તેમ હોવાથી શ્રીમાન્ પંડિતવયએ સર્વજ્ઞાદિ વચનોને શાસ્ત્ર
કહેલું છે ! ૧૦૨ પ્રશ્ન- ચારિત્ર પદ સ્વતંત્રપણે આરાધ્ય છે કે નહીં ? સમાધાન- . કેવળી ભગવાનનું ચારિત્ર ક્ષાયિક ભાવવાળું છે; અને ગણધર ભગવંતનું ચારિત્ર તો
ક્ષાયોપથમિક ભાવનું છે ! છતાં પણ ભગવાનના સમવસરણમાં બીજા બધાએ કેવળીઓ “નો તિસ્થ' કરે છે ગણધર ભગવાનની પાછળ જ બેસે છે !આમાં ગણધરોને કેવળી ભગવાનની આશાતના કરનાર ગણ્યા નથી, વસ્તુતઃ આશાતના લાગતી પણ
નથી જ !! અર્થાત્ સ્વતંત્રપણે ચારિત્ર આરાધ્ય નથી. ૧૦૩ પ્રશ્ન- સમ્યગૂજ્ઞાન, દર્શન અને તપ એ ત્રણ સ્વતંત્રપણે આરાધાય ખરા કે નહીં ? સમાધાન- લાયક સમ્યકત્વના ધણી શ્રેણિક મહારાજ જેવાનું સામયિક સમ્યગદર્શન સ્વતંત્રપણે
આરાધ્ય માનીએ તો ક્ષાયોપશમિક સમ્યકત્વના ઘણી ગણધર ભગવંતોએ તેમને (શ્રેણિક) વંદન નમસ્કાર કરવો પડશે !! તેમજ અવધિજ્ઞાનના ધણી દેવેન્દ્રોને ઉત્કૃષ્ટ મતિ, મૃતધરથી લઈ યાવત્ અષ્ટ પ્રવચનના ધારણ કરવાવાળા મુનિઓએ નમસ્કાર કરવો પડશે !! માસક્ષમણ આદિ તપસ્વીઓને નવક્કારશી આદિના જ પચ્ચખાણ કરવાવાળા એવા આચાર્ય મહારાજજીઓએ પણ નમસ્કાર કરવો પડશે ! જેમ ઉપરોક્ત બાબતો અસંભવિત હોઇ અયુક્ત જ છે તેમ એ દર્શન-જ્ઞાન-તપ ત્રણેમાંથી એકે સ્વતંત્રપણે આરાધવાનું અયુક્ત જ છે.