Book Title: Siddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
:
છે. સિદ્ધચક્ર. (પાક્ષિક)
दुष्कर्मसानुभिद्वजं सर्वसंपत्तिसाधकं । आगमोपनिषद्भूतं सिद्धचक्रं सदाऽऽद्रिये ॥१॥
ભાવાર્થ- દુષ્કર્મોને ભેદવામાં વજસમાન, સર્વ સંપત્તિનું સાધક,
આગમોના સારભૂત શ્રી સિદ્ધચક્રનો સર્વદા આદર કરું છું. “આગમોદ્ધારક”
- પ્રથમ વર્ષ
અંક ચોથો "
મુંબઈ, તા. ૨૭-૧૧-૩૨, રવિવાર.
કાર્તિક-૦))
વીર સંવત્ ૨૪૫૯ વિક્રમ , ૧૯૮૯
ધાર્મિક ધામોમાં દ્રષ્ટિપાત !! ન મંદિરના ટ્રસ્ટીઓ માલિકીપણાનો દાવો વિસરી જાય ! એવી કદાગ્રહ પૂર્ણ
વાસનાઓથી અલિપ્ત રહે ! પોતાને પ્રમાણિકપણા સાથે ધર્મ પ્રવીણતાવાળો સમજીને - સંઘે સુપ્રત કરેલો હોદો સંભાળતાં તે ટ્રસ્ટી સંઘના ધ્યેય ને ઘડીભર પણ ન ચૂકે!
વસ્તુતઃ મંદિરમાં પવિત્રપણ બિરાજમાન પરમ પરમાત્માની મૂર્તિના અમે ભાગીદાર નથી પણ સેવક જ છીએ એ લક્ષમાં રાખી સેવ્યતારક દેવ-જે-જે મંદિરમાં બીરાજતા હોય, બીરાજવાના હોય તે-તે મંદિરોમાં પણ સેવકની સેવા હાજરું જ હોય એ શુભ ભાવનાથી ભરપુર બન્યા રહે ! એક મંદિરના ટ્રસ્ટીએ બીજા કોઈ પણ મંદિર પ્રત્યે સેવાભાવ પણ સમાન જ રાખવાની વાતને વિસારી શકાય નહીં ! તેમજ પાઠશાળા (વિદ્યાશાળા) વર્ધમાન તપ કે નવપદાદિ કોઈ પણ ધાર્મિક સંસ્થાના ટ્રસ્ટીઓ (કાર્યવાહકો) એ પણ અન્ય તેવી સંસ્થાઓની નિભાવ દ્રષ્ટિ તો સમાન જ રાખવી રહે ! એક જ ઉપાશ્રયના ટ્રસ્ટીએ તથા પ્રકારનો સેવાભાવ જગતભરના ઉપાશ્રયોને સમર્પણ કરવો ઘટે! મતલબ કે સંકુચિત વૃત્તિને કોરાણે મૂકી શુદ્ધ લાગણીવાળા મહારથીઓએ પોતાની લાગણીને સર્વવ્યાપક બનાવવી ઘટે ! દરેકે દરેક સંચાલકોએ ઉપરની બધી બાબતો ઉપર ખંતપૂર્વક લક્ષ આપી પોતાનામાં તેનાથી કાંઈ વિપરીતતા હોય તેને સમાજ હિતની ખાતર અને પોતાના પણ આત્મ કલ્યાણની ખાતર સત્વર દૂર કરવી ઘટે !