SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ : છે. સિદ્ધચક્ર. (પાક્ષિક) दुष्कर्मसानुभिद्वजं सर्वसंपत्तिसाधकं । आगमोपनिषद्भूतं सिद्धचक्रं सदाऽऽद्रिये ॥१॥ ભાવાર્થ- દુષ્કર્મોને ભેદવામાં વજસમાન, સર્વ સંપત્તિનું સાધક, આગમોના સારભૂત શ્રી સિદ્ધચક્રનો સર્વદા આદર કરું છું. “આગમોદ્ધારક” - પ્રથમ વર્ષ અંક ચોથો " મુંબઈ, તા. ૨૭-૧૧-૩૨, રવિવાર. કાર્તિક-૦)) વીર સંવત્ ૨૪૫૯ વિક્રમ , ૧૯૮૯ ધાર્મિક ધામોમાં દ્રષ્ટિપાત !! ન મંદિરના ટ્રસ્ટીઓ માલિકીપણાનો દાવો વિસરી જાય ! એવી કદાગ્રહ પૂર્ણ વાસનાઓથી અલિપ્ત રહે ! પોતાને પ્રમાણિકપણા સાથે ધર્મ પ્રવીણતાવાળો સમજીને - સંઘે સુપ્રત કરેલો હોદો સંભાળતાં તે ટ્રસ્ટી સંઘના ધ્યેય ને ઘડીભર પણ ન ચૂકે! વસ્તુતઃ મંદિરમાં પવિત્રપણ બિરાજમાન પરમ પરમાત્માની મૂર્તિના અમે ભાગીદાર નથી પણ સેવક જ છીએ એ લક્ષમાં રાખી સેવ્યતારક દેવ-જે-જે મંદિરમાં બીરાજતા હોય, બીરાજવાના હોય તે-તે મંદિરોમાં પણ સેવકની સેવા હાજરું જ હોય એ શુભ ભાવનાથી ભરપુર બન્યા રહે ! એક મંદિરના ટ્રસ્ટીએ બીજા કોઈ પણ મંદિર પ્રત્યે સેવાભાવ પણ સમાન જ રાખવાની વાતને વિસારી શકાય નહીં ! તેમજ પાઠશાળા (વિદ્યાશાળા) વર્ધમાન તપ કે નવપદાદિ કોઈ પણ ધાર્મિક સંસ્થાના ટ્રસ્ટીઓ (કાર્યવાહકો) એ પણ અન્ય તેવી સંસ્થાઓની નિભાવ દ્રષ્ટિ તો સમાન જ રાખવી રહે ! એક જ ઉપાશ્રયના ટ્રસ્ટીએ તથા પ્રકારનો સેવાભાવ જગતભરના ઉપાશ્રયોને સમર્પણ કરવો ઘટે! મતલબ કે સંકુચિત વૃત્તિને કોરાણે મૂકી શુદ્ધ લાગણીવાળા મહારથીઓએ પોતાની લાગણીને સર્વવ્યાપક બનાવવી ઘટે ! દરેકે દરેક સંચાલકોએ ઉપરની બધી બાબતો ઉપર ખંતપૂર્વક લક્ષ આપી પોતાનામાં તેનાથી કાંઈ વિપરીતતા હોય તેને સમાજ હિતની ખાતર અને પોતાના પણ આત્મ કલ્યાણની ખાતર સત્વર દૂર કરવી ઘટે !
SR No.520951
Book TitleSiddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages744
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy