________________
૭૪
શ્રી સિદ્ધચક્ર
તા. ર૭-૧૧-૩૨ આ આત્મ વિકાસને માટે જ પૃથ્વીતળને પાવન કરનારી સંસ્થાઓ પદગલિક નહીં પણ ધાર્મિક વિશેષણોથી જ વિભૂષિત છે એ પ્રતિપળે ધ્યાનમાં રાખવું ઘટે ! સ્વરૂપ દર્શક અને વ્યવચ્છેદક એમ બે પ્રકારના વિશેષણો છે. આ ધાર્મિક વિશેષણમાં વ્યવચ્છેદક છે. જે સંસ્થાઓ ધાર્મિક શબ્દથી અલંકૃત હોય તેણે જ ધાર્મિક શબ્દનું યથાર્થ સાર્થક કરવું રહે છે ! વાત એમ છે કે તેવી ઉત્તમ પણ સંસ્થાઓના માત્ર ઉદરમાં ચૈતન્ય ભાવના હોવાથી આપણે તેને ચૈતન્યવંતી માનીએ છીએ એટલું જ ! વાસ્તવિક રીતે તેના જીવન પ્રાણરૂપ તો તેના સંચાલકો જ હોવાથી ચૈતન્યની જવાબદારી તો તેને શીરે જ છે !!
આથી એ પણ સિદ્ધ છે કે સંસ્થાઓ તો પોતાના ધ્યેયને પાર પાડવાની શક્તિ પોતાના ઉદેશ દ્વારાએ જ જણાવી શકે ! તે ઉદેશ તે ચૈતન્ય ભાવ ! અને એને વિકસાવવા માટે જ ચૈતન્યવાન એવા ટ્રસ્ટીઓ અને કાર્યવાહકો વિગેરેની નિમણૂક કરાય છે; એ સંચાલકોના ખ્યાલ બહાર જવું ન ઘટે !
જેનો સેનાપતિ નબળો તેનું લશ્કર ખાડામાં” એ ઉદાહરણને યાદ રાખે તો પોતે જાગૃત થઈ સંસ્થાને અવ્યાબા સુરક્ષિત બનાવતા થઈ સમાજના અંતરશ્રાપોથી અવશ્ય બચે ! બીજી પણ કહેવત છે કે “જેનો ધણી આંધળો તેનું કુટુંબ કૂવામાં” તદ્દનુસાર તે તે સ્થાનોના સંઘોએ પણ કોઈને સંસ્થાના સંચાલકો સ્થાપવાના હોય ત્યારે તેનું આખુંએ જીવન ઉકેલવાની પરમ આવશ્યકતા રહે છે. ધર્મભાવના વિનાના ગમે તેવા લાજ મર્યાદાવાળા લક્ષ્મીવાને પણ સંસ્થાના ધ્યેયને સફળ કરવાને બદલે સંસ્થાની શક્તિને ઊલટે જ માર્ગે વેડફવાના ઘણાએ દ્રષ્ટાંતો મોજુદ જણાતા હોય, તો હજુ પણ ભૂલ્યા ત્યાંથી ફરી ગણી ધર્મવાસનાથી વાસિત હોય એવા જ સંચાલકો સ્થાપવાની ઘણી ઘણી જરૂર છે. સંચાલકોએ એ પણ ખ્યાલમાં રાખવું જરૂરી છે કે જે સંસ્થાએ આર્થિક, માનસિક વૈજ્ઞાનિક, અને સામાજિક વિગેરે વિશેષણોનો સદંતર ત્યાગ જ કરેલો હોય બલકે ધાર્મિક વિશેષણથી જ વિભૂષિત હોય તે સંસ્થાની સર્વ કાર્યવાહીમાંથી ધર્મ સિવાય બીજો ભાવ તો ધ્વનિત કરી શકાય જ નહીં !!
ધાર્મિક સંસ્થાનું એક પણ કાર્ય, એનો એક પણ નિયમ અને એને અંગે ઉપસ્થિત થતો એક પણ પ્રસંગ ધર્મને વ્યાઘાત કરનાર તો હોય જ શાનો ? ધાર્મિક સંસ્થાના નિયમો તો ધર્મની જ પુષ્ટિ કરી શકે ! ધર્મને બાધા ઉત્પન કરે તેવા નિયમો, બંધારણો કોઈ પણ ધાર્મિક સંસ્થામાં હસ્તિ ધરાવતા હોય તો તેને વિના વિલંબે રદ કરે જ છૂટકો ! ધાર્મિક સંસ્થાના સંચાલકોને જો ધર્મની સાચી ધગશ હોય તો આ અમારી સ્વ પર હિતાવહી સલાહને પ્રથમમાં પ્રથમ તકે વધાવવી જ રહે છે !! ધર્મના રક્ષણ માટે આવતી સંસ્થાઓ જગતને આશીર્વાદરૂપ જ હોવાથી તેના ધ્યેયથી તેને ચૂકાવવાનું કર્તવ્ય ધમનું નથી !! કોઈ એમ કહે કે આવી સંસ્થાઓથી જેમ ધર્મનું રક્ષણ થાય સાથે તે દ્વારા સમાજ, દેશ અને પુદ્ગલનું પણ રક્ષણ થાય તો તમને શું વાંધો ? વાસ્તવિક તો વાત એ છે કે આવા