________________
૭૫
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૭-૧૧-૩૨ પ્રશ્નો ધર્મથી અશાત્ આત્માઓને જ ઉદ્ભવે છે. છતાં પણ તેવા દરેકે-આસન્નોપકારી વરવિભુના પવિત્ર શાસનના શણગાર, અને સાડા ત્રણ ક્રોડ ગ્રંથના રચયિતા કલિકાલસર્વજ્ઞ આચાર્ય દેવ શ્રીમદ્ હેમચંદ્રસૂરીશ્વરજીનું સ્વપજ્ઞકૃત શ્રી સિદ્ધહેમ શબ્દાનુશાસન તપાસવું શ્રેયસ્કર છે. જેમાં તેઓ શ્રીમાન્ સામાજિક, આદિ શબ્દોની માફક ધાર્મિક શબ્દની પણ વ્યુત્પત્તિ કરતાં ફરમાવે છે કે સમગં ક્ષતીતિ સામાજિક અને થઈ રતીતિ થામિક એટલે કે સમાજનું રક્ષણ કરે તે સામાજિક સંસ્થા અને ધર્મનું રક્ષણ કરે તે જ ધાર્મિક સંસ્થા કહેવાય !!!
આ બધીએ વાતો હજુ પણ અકળાવતી હોય તો વિચાર કરવો કે ઘણા એ વિશેષણોથી વિભૂષિત સંસ્થાઓમાં (ધાર્મિક) એવું નવું વિશેષણ લગાડી નવી જ સંસ્થાઓ ઉત્પન્ન કરવાનો હેતુ તો કાંઈક નવીન જ હોવો જોઈએ ! આ વાત વિચારતાં અંતરનાદ એમ કહે (કે હતી તે સંસ્થાઓ તો પદગલિક અને તેમાંથી આત્મભાવની તો ગંધ પણ મળવી મુશ્કેલ હતી, જેથી આત્મ ભાવ, અને તેનું રક્ષણ કરનારી ધાર્મિક સંસ્થા પણ જોઈએ.” આવા વિચારનું પરિણામ જ તે સંસ્થા છે.) તો પછી સમજવું ઘટે કે આત્મભાવ અને તેને પ્રાપ્ત કરનાર ધર્મ એ બનેના હેતુભૂત જ તેની ઉત્પત્તિ હોવાથી તેવી દરેક સંસ્થાઓ તે બે કાર્યને જ લાયક છે ! અને એમાં લેશમાત્ર શંકાને સ્થાને પણ નથી ! આટલા માટે તો હરકોઈ વખત કહેવાય છે કે પૌદગલિક સંસ્થાઓમાંથી આત્મભાવ જેમ શૂન્ય પ્રાયઃ છે, તેવી જ રીતે ધાર્મિક સંસ્થાઓમાંથી પદગલિક ભાવ પણ શૂન્યપ્રાયઃ હોવો જ ઘટે છે ! હવે સમજાયું હશે કે નિર્માણ થયેલી સંસ્થાનું જે ધ્યેય હોય તેને તે જ ધ્યેયમાં સ્થિર રાખવી તે સંચાલકોનું પરમ કર્તવ્ય છે ! ધ્યેયથી વિમુખ બની સંસ્થાનો દુરુપયોગ કરનારા સંચાલકો ધર્મને નામે સંસ્થાને તત્ત્વસ્વરૂપે ટકાવી શકે જ નહીં. વળી, તેવી સંસ્થાઓને ધાર્મિક વિશેષણથી સંબોધનારા તો ધર્મ શુન્ય જ સંભવે ! એવાઓ ધર્મને વિકસાવનારા નથી પ ધર્મના ઓઠા નીચે સારાએ સમાજમાં અધર્મનું સામ્રાજ્ય જમાવનારા છે ! સુજ્ઞ અને ધર્મજનો અકલ્યાણથી અટકે, સંસ્થાના ધમાં સંચાલકો સંસ્થાના ધ્યેયને સંપૂર્ણ વળગી રહે, પોતાની જ્યાં જ્યાં ગલતી થતી હોય ત્યાં ત્યાં પોતાના પણ આત્મ કલ્યાણને માટે તાત્કાલિક સુધારો કરે, અને સમાજને સુવ્યવસ્થિત બનાવવા સંસ્થાના નાવને કીચડમાંથી ખેંચી કાઢે. અતએવ ધાર્મિક સંસ્થાના સર્વ સંચાલકો ધાર્મિક વિશેષણની શુભ ભાવના વડે જ સાર્થકતા કરવા હરહંમેશ કટિબદ્ધ રહે !!!
*
*
*
*