Book Title: Siddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
પ૯
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૩-૧૧-૩૨ અને જો તેમજ છે તો પછી અરિહંત અને સિદ્ધ કરતાં એ આચાર્યાદિક તો વધારે ઉપકારિ જ થયા પણ ના તેમ નથી જ ! કારણ કે મુખ્ય વક્તા કોણ ? - આત્માગમવાળા ! એટલે કે અરિહંત અને. વિશેષમાં માનીએ તો ગણધર મહારાજા; બાકીના મુખ્ય વક્તા છે જ નહીં તેમ કદીએ પણ હોઈ શકે નહીં.
દૃષ્ટાંત તરીકે એમ જ લ્યો કે અત્યારે કોઈપણ આચાર્યાદિક મનફાવતી રીતે ચાહે તેમ કહી દે તે મુજબ અનુસરવા તમો કબુલ છો? સભામાંથી. ના !, જી અહિં કોઈ તમને એમ કહે કે એમની પ્રમાણિકતા છતાં તમો ક્યા શાસ્ત્રના આધારે એને માનતા નથી ? તો તેને શું કહો છો?
એ વચનો સૂત્ર વિરુદ્ધ છે ! બલ્બ વાત એ છે કે સૂત્રની પ્રમાણિકતાને એમનું વચન બાધક છે. ત્યારે હવે કહો કે જીનેશ્વર ભગવાનના વચનના આધારે જ તેમનું વચન પ્રમાણ ગણાતું હતું ! બાકી તેની કાંઈ મહત્તા હતી જ નહીં. હા, એટલું ખરું કે પ્રમાણ ગણનારને આગમોથી જૂનાધિક ગણીએ તે બને જ નહીં. Impossible.
છે. વળી, એક શંકા થાય છે કે તીર્થકર ભગવાન જે પ્રકાશે તે પણ સ્વતંત્રપણે જ પ્રકાશે છે? હા તે ખરું પણ તેમાં પૂછવાની કોઈને તાકાત નથી કે ક્યા શાસ્ત્રના આધારે તે બોલે છે !! કારણ ખુલ્લું જ છે કે સ્વયંસર્વજ્ઞ જ છે.
સાધુ, ઉપાધ્યાય, અને આચાર્યો તો કેવળીભાષિત શાસ્ત્રના આધારે જ કહી શકે છે. શાસ્ત્ર પણ તીર્થકર ભગવાનના વચનને આધારે જ બંધાયેલું હોય છે. આ ઉપરથી પોતાની અધિકતા દાખવવા માટે જેઓ વ્યર્થ આડંબર કરતા હોય તેઓ પ્રત્યક્ષ છતાં પણ પરોક્ષ એવા જિનવર સમાન છે જ નહીં! તે ઉપકાર તો ફક્ત તીર્થકરોનો જ છે કે જેમની વાણી દ્વારા આખુંએ વિશ્વ સદબોધ જ પામે છે.
- “ગુરુ કરત દેવ કોઈ પ્રકારે અધિક રહેવા જોઈએ” આવા પ્રકારની ભુલભુલામણીમાં પડેલા મહાનુભાવોએ સમજવું જોઈએ કે તમે કોનાથી સગુરુપણાને પણ ઓળખો છો? આ જગ્યાએ ઘણાખરા એમ માની લે છે કે ભક્તો દ્વારા સન્માનિત અને પૂજીત બનીએ છીએ તેથી !!! આવા આત્માઓ સ્વપર ને ભયંકર શ્રાપ સમાન હોવાથી તેને જૈન શાસનમાં તો સ્થાન જ નથી ! જૈન શાસન એ તો ફક્ત જીનેશ્વરના વચનાનુસાર વર્તવાવાળાને જ સ્થાનરૂપ છે.
આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ ત્રણે તીર્થકરોના વચન પર જ બંધાયેલા છે. વચનની પ્રામાણિકતા તો જીનેશ્વર ઉપર જ અવલંબે છે.
આચાર્યાદિક જે છે તે અરિહંત, સિદ્ધ, વિગેરેનો સરળ માર્ગ દર્શાવનારા ખરા, લોકોને ભક્તિભાવમાં પ્રેરનારા ખરા; પણ તે તેમનાથી તો અધિક થવાના નથી જ.
પર ચોક્સીને ત્યાંથી રૂપિયો લાવવાનો ખરો પણ પાદશાહના સિક્કાવાળો હોય તો જ ! જેથી પાદશાહ કરતાં ચોક્સી કદીએ વધતો નથી એ સ્પષ્ટ છે !!!
શંકા-આરિહંતને માનવા શા માટે ? ' ' સમાધાન-આપણને-એટલે કે ચોરાશીમાં ચક્કર ખાનારા જીવોને સુધારે છે તે માટે ! પોતાને તેણે સુધાર્યો છે તેં લક્ષમાં ન રહ્યું હોય અને સુધારનારની કિંમત કરી શકે નહીં તે તેનું ભાગ્ય; પરંતુ તેથી સુધારનારની કિંમત જતી નહીં હોવાથી વસ્તુતઃ સુધારનારની કિંમત તો પ્રથમ ગણવી જ જોઈએ.