Book Title: Siddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૫૭.
શ્રી સિદ્ધચક્ર :
તા. ૧૩-૧૧-૩૨ જગતમાં ફક્ત પ્રભુએ આદરેલ એક “દીક્ષા જ છે” અને તે અંગિકાર કર્યા સિવાય આત્માને મોક્ષ પ્રાપ્ત થનાર જ નથી એમ ભાન થયું ! એવા પ્રકારનું મનન કરતાં અને શુદ્ધ ભાવે કરેલ દુષ્કૃત્યોનો શોચ કરતાં તેને સમ્યકત્વ પ્રાપ્ત થયું છે! અહો ધન્ય ! તુરત જ તેણે પ્રભુને ખમાવ્યા, ભગવાનની શાંતિ અને તેઓશ્રીની અવસ્થાની ઉત્તમતાનું સ્મરણ કરતાં તો દેવલોક જેવી ઉચ્ચ ગતિને પોતાની છે છતાં તે પામેલો અવસ્થાને તુચ્છ ગણી શરણગમન, દુષ્કતનિંદ્રા અને સુકૃતના અનુમોદનથી મોક્ષનું બીજ વાવી ગયો ! કહો,? કર્મઠનો ઉદ્યમ કઈ દિશા તરફનો હતો? તેને પોતાના પણ કલ્યાણનો સ્વપ્ન એ ખ્યાલ હતો કે ? છતાં સમ્યકત્વ પ્રાપ્ત થયું તે જ ભવિતવ્યતા !!જુઓ કે અહીંયાં પણ ભવિતવ્યતાએ લાવીને તેને સંયમ હાથમાં આપ્યું નથી પણ કમઠની બુદ્ધિએ જ પલટો ખાધો છે વિચાર શ્રેણી સુધરી અને તે સુધરેલા વિચારોની શ્રેણી દ્વારા જ સમ્યકત્વની પ્રાપ્તિ થઈ છે. માટે ભવિતવ્યતા તો તેટલા જ પૂરતી મનાય કે નહીં ધારેલું કાર્ય અચાનક થયું. ! કારણ કે દરેક કાર્ય તો શુભાશુભ ધ્યાનના યોગે જ થાય છે.
હજુપણ કહીએ છીએ કે ભવિતવ્યતાના ભરોસે ભુલનારા ખૂબખૂબ વિચારજો, સોચજો, અને ધ્યાન રાખજો કે ભયંકર ઉપદ્રવ કરનાર તે કમયોગી ભવિતવ્યતાના ભરોસે રહેવા માત્રથી સમકિત પ્રાપ્ત કરતે ખરા કે?
શંકા - આત્માને સદવસ્તુઓની ઓળખ થાય ક્યારે ?
દેવગુરુની આરાધનાથી ! વિચારની સુંદરતા પ્રાપ્ત થાય; અને રત્નત્રયીની આરાધનાદ્વારા જે સુંદર વિચારની શ્રેણી અણધાર્યા સંયોગોથી મળે તે ભવિતવ્યતા.
પ્રશ્ન:- ઉદ્યમ વગર ભવિતવ્યતા શું ફળ મેળવી આપે ? સંસાર વધારે ! જેમને ભવિતવ્યતાના યોગે જ ક્ષપક શ્રેણી પ્રાપ્ત કરી કેવળ જ્ઞાન મેળવી મોક્ષે જવાનું મન થયું છે તે તો કદાગ્રહ જ કરે છે. તીર્થકર કથિત માર્ગ ગ્રહણ કર્યા સિવાય તેની પ્રાપ્તિ થવી દુર્લભ જ છે !
હીરો ભલે ચોખ્ખો પણ થવાનો હોય, સોનાના આભુષણોમાં ગોઠવવાનો પણ ભલે હોય છતાં પણ તે હીરો હીરારૂપે પહેલવાળો ક્યારે થાય ? જ્યારે તે ઝવેરીના હાથમાં જાય ત્યારે !!!
તેવી જ રીતે આ જગતને વિષે આત્માના પણ પહેલ પાડનાર અરિહંત સિવાય બીજો કોઈ કારીગર જ નથી. વાચ્ય વાચકની ઘટના
વચનની કિંમત વક્તાની કિંમત ઉપર જ આધાર રાખે છે સિદ્ધ મહારાજને આપણે જાણીએ છીએ તે એક અરિહંતના વચનની કિંમત છે ! કારણ કે સિદ્ધ ભગવાનને તો આપણે જોયા પણ નથી અને બીજા પાસે સાંભળ્યા પણ નથી પરંતુ તેને અરિહંત ભગવાનની અમૃતમય વાણીના આધારે જ પિછાણ્યા છે અને તેથી જ માનીએ છીએ.