Book Title: Siddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૪૮
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૯-૧૦-૩૨
- - - -
મુમ્બાપુરીમાં નવપદ આરાધના નિમિત્તે ભવ્ય મહોત્સવ
મ મ્માપુરી જેવી અલબેલી નગરીમાં જ્યાં પંચરંગી પ્રજા વસે છે જ્યાં અનાર્યોના
( સંસર્ગથી તેઓનું જંગલી અનુકરણ કરવા મનુષ્યો ઘેલા બને છે ત્યાં પણ પ્રભુ મહાવીરના શાસનમાં કાંઈક આર્યવી વાસ કરી રહેલ દૃષ્ટિ ગૌચર થાય છે તેનું કારણ એ જ કે તેઓમાં કંઈ અંશે હજી પણ આત્મપ્રેમ ઝળહળે છે. પ્રભુના શાસનમાં નવપદ એ પ્રાધાન્ય પદે છે તેની આરાધના કરવા મુંબઈમાં એક
સમાજ સ્થપાયેલી છે. દરેક ચૈત્ર માસની ઓલીની ક્રિયા કરવા જુદા જુદા સ્થળે લોકોને વધુ ને વધુ નવપદની આરાધનામાં જોડવા આ સમાજ લઈ જાય છે આસો માસની ઓલીની ક્રિયા મુંબઈમાં શ્રી ગોડી પાર્શ્વનાથ સ્વામીના દેરાસરજીમાં થાય છે તેમજ અત્રેનાં બીજાં દેરાસરોમાં પણ થાય છે પણ લોકોની મેદની ખાસ કરીને ગોડીજી મહારાજના દેરાસરમાં માલમ પડે છે દરેક વર્ષે ધામધૂમપૂર્વક આ મહોત્સવ ઉજવાય છે. તેમજ આ વખતે પણ આસો માસની ઓલી અનેરા ઉલ્લાસ અને આનંદ વચ્ચે ઉજવાઈ હતી.
આ નવપદની આરાધના દરમ્યાન અષ્ટાનિડકા શાંતિસ્નાત્ર મહોત્સવ મંડાયું હતું શાંતિસ્નાત્ર પૂર્ણિમાને દિવસે રાખવામાં આવ્યું હતું. આ મંગલ ક્રિયાનું શ્રવણ અને નિરીક્ષણ કરવા હજારો જૈન તેમજ ઈતરોની મોટી મેદની એકઠી થઈ હતી કેટલા કોને તો જગ્યા ન મળવાથી પાછા જ જવું પડ્યું હતું નવે દિવસ નવપદનું યથાસ્થિત વર્ણન સાંભળવાનું ક્રિયા કરનારને સુગમ થઈ પડે તેથી પૂજ્યપાદ આચાર્ય દેવ શ્રીમદ્ સાગરાનંદ સૂરીશ્વરજી ગોડીજીના ઉપાશ્રયમાં પધાર્યા હતા. વ્યાખ્યાનનો હોલ ચિક્કાર ભરાતો હતો આ રીતે નવપદની આરાધના ભવ્ય મહોત્સવ પૂર્વક ઉજવાઈ હતી.
=
ક
*