Book Title: Siddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૫૪ - -
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૩-૧૧-૩૨ શા માટે ? વસ્તુ એ છે કે સંસાર શબ્દમાં ઉપસર્ગ હોવાથી તેને સાર શબ્દની સાથે ન જોડતાં પ્રથમ 9 ધાતુની સાથે જ જોડવો સમ્ અત્યંત -(સમુ) સરકવું, ખસવું, જવું, સરકવાનું, ભટકવાનું, ફરવાનું, જેની અંદર અનાદિ કાળથી રહેલું છે તેનું નામ તે “સંસાર.” સંસારના શબ્દાર્થની અપેક્ષાએ જીવોનો મુખ્ય ભેદ જણાવવો જરૂરી છે, અને તે જીવો બે પ્રકારે છે. ભટકતા અને સ્થિર થયેલા તેની પણ અમુક સ્થાનોમાં ભટકતી જાતો છે ! તેથી તે પણ જાણવું આવશ્યક છે.
...जीवा मुत्ता संसारिणो य, तस थावरो “य संसारिणो मुक्ताश्च" . એક તો અનેક જાતિમાં ભટકવાવાળા, અને બીજા સ્થિર રહેવાવાળા એટલે કે જેઓને અનંત જ્ઞાન, દર્શન વિગેરે પ્રગટ થયાં છે તેવા મહાપુરૂષો ભટકતી જાતોને સુધરેલી બનાવે છે. એ અરિહંત ભગવાન બીજાને સુધારનાર હોવાથી તેની ઉપર જ બીજાની કિંમતનો આધાર છે.
અમે તો ઇચ્છીએ છીએ તેમ કહીએ છીએ કે તમે પણ તેવું અવિચળ સ્થાન પ્રાપ્ત કરો કે તમોને ભટકતી જાત કહેવી ન પડે,
ભટકતી જાત” એકાદ માસ અહીં અને છ માસ બીજે, એમ વારંવાર ઉચાળા જ ભરે !!
કોઈ કહેશે કે અમે તો ઉચાળા ભર્યા જ નથી અને અમરપટ્ટો લઈ આવ્યા છીએ ? પણ જો તેમજ હોય તો પછી તમોને ભટકતી જાતમાંથી બહાર જ ગણીએ; પણ તેમ તો નથી જ' તો પછી યેનકેન પ્રકારે તમને ભટકવાની છુટ અને અમને તમારી જાતને તસ્વરૂપે વર્ણવવાની અને કહેવાની પણ છુટ નહીં કેમ? કેટલીએ ભટકતી પણ જાતો “પાંચ, પચીશ, સો, બસો, લાખો અથવા કોટી ગમે વર્ષોએ પણ સુધરીને ક્યારની સ્થિર થઈ,” કંઈક જાતો સ્થિર થવા માટે અત્યારે પણ એ તારકદેવના વિધ વિધ સ્થિરીકરણોને ઉત્તમ પ્રકારે સેવી રહેલી તમારા સામે મોજુદ છે. છતાં અનાદિકાળથી ભટકતી એવી તમારી જાતને સ્થિર કરવાનું તમોને મન સરખું થતું નથી ? પૂર્વે જ્યારે લુંટફાટનો જમાનો ચાલતો હતો ત્યારે લોકોમાં એ સ્થિતિ હતી કે “ટોપલેઘર” એટલે કે જ્યારે શહેરમાં ધાડ પડે ત્યારે પોતાની વસ્તુ ટોપલામાં નાખી પર્વતોની મહાન કન્દરામાં જઈ ભરાતા; બલકે “ઘરવખરી” એક ટોપલા પ્રમાણમાં જ રહેતી હતી, એટલે ધાસ્તીનો વખત આવે કે તુરત જ પલાયન; પરંતુ તમારે અહીં ટોપલે પણ ઘર છે ખરું? - સમજો કે તેઓ તો ઘણે ભાગે માલ લઈને નીકળ્યા, છેવટે ફક્ત કપડાભર પણ નીકળી ગયા પણ અહીં તો કપડાભરે નીકળવાનું નથી. વળી તેવી હાલતમાં નીકળ્યા પછી પણ અન્ય સ્થળે ઉત્પન્ન થવાની શક્તિ સાથે લઈને નીકળેલા હોવાથી ધારો કે જીવરૂપી માલ સાથે નીકળ્યા છે. તો એ તમારું તો તેમાં પણ ઠેકાણું નથી ભટકતી જાતમાં તમારે શું બાકી રહ્યું? . ભવિતવ્યતાના ભરોસે ભૂલનારા છે!
જેમકે લુહારીયાની ભટકતી જાત” તે લોકો એક ગામથી બીજે ગામ તંબુ અને ડેરા ઉપાડતા ફરે, અને ગામોગામ કડછી તાવેતા વિગેરે બનાવી બનાવીને મહા મુશીબતે આજીવિકા ચલાવે