Book Title: Siddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૫૩.
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૩-૧૧-૩૨ સમાધાન - હીરા, મોતી, અને સોનું અન્ય જ છે એ વાત તો ખરી પરંતુ ખાણમાં રહેલા હીરાને, માટીમાં રહેલ સોનાને, અને સાગરમાં રહેલા મોતીને બહાર લાવનાર કોણ ?
હીરાના પહેલ પાડનારના અભાવે તેની કિંમત જ ન થાય તે તો જાણો છો ને !! તેવા સંયોગોમાં તેને બહાર કાઢવા પણ કોણ તૈયાર હોય? બીજી વાત એ છે કે મોતી, હીરા, સોનું વિગેરેનો ઉપયોગ આવશ્યક છે એમ સમજી તેને બહાર કાઢવાની સાથે તેની કિંમત આંકવા પણ કોણ તૈયાર હતું ? તેવી જ રીતે અહિંયાં સમજો કે આત્મામાં પ્રથમથી જ અનંત જ્ઞાન, અનંત દર્શનાદિ ને વીતરાગતાનો સ્વભાવ તો છે; અને તે અનંત વીર્ય સુખ સ્વભાવ આત્માનો છે યથાર્થ સ્વરૂપે જણાવી પ્રગટ કરાવનાર અરિહંત જેવી કોઈ વ્યક્તિ જ ન હોય તો દરેક આત્માઓ સંસાર સમુદ્રમાં નિરાલંબે ગોથાં ખાધા જ કરે કે બીજું કાંઈ?સાગરના કિનારે પણ છીપમાં પડેલાં મોતીની કિંમત ઝવેરીના અભાવે કોણ કરી શકે ? વળી, પોતે મોતીનો ગ્રાહક હોય છતાં પણ પરીક્ષાના અભાવે તે જેમ ખાલી હાથે કિનારા ઉપર ભટકતો જ રહે છે તેમજ આ આત્મા પણ ભલેને તે જ ભવમાં મોક્ષ જનાર હોય, અગર તો કેવળ ને ક્ષાયિક સમક્તિ પામનાર હોય; પરંતુ “ભાગ્યવાનો” અરિહંત ભગવાન રૂપ ઝવેરીના સંસર્ગ એ ઉપદેશાદિ વિના ભવારણ્યમાં ભટકતો જ રહે છે. જીવો એ શુદ્ધ આલંબનરૂપ નાવના અભાવે સંસાર સમુદ્રમાં ભ્રમણ જ કરે છે. આથી એ સ્પષ્ટ થયું કે અરિહંત ભગવાન એ શિક્ષાદાતા હોઈ શુદ્ધ આલંબનરૂપ શિક્ષણની આવશ્યકતા પૂરી પાડનારા હોવાથી જ પ્રથમ પદે છે, જો આપણને હીરા, મોતી વિગેરેનું શિક્ષણ મળ્યું હોય તો ચાહે ત્યાંથી પણ તેની શોધ કરી લાવવાનું મન થાય જ ! !
આ ઉપરથી પાઠ એ લેવાનો કે આ જ સંસારમાંથી જેમ હીરા વિગેરે ઉચ્ચ પદાર્થોની ઉત્પત્તિ થાય છે તેવી જ રીતે દુર્લભ એવા મનુષ્ય દેહમાંથી ઉત્તમ હીરા સમાન અરિહંત ભગવાન જેવી ઉચ્ચ વ્યક્તિઓ ઉત્પન્ન થાય છે.
સોનાની ખાણમાં માટી રહેલી છે, દરિયામાં કચરો રહેલ છે, અને હીરાની ખાણમાં પથ્થરો રહેલા છે. તે માટી, કચરો, અને પથ્થર પોતાની અંદર રહેલા સુવર્ણ, મોતી અને હીરાના યોગે એમજ સમજી જાય કે અમારી જ કિંમત અંકાઈ છે, તો તે ખરેખર ભૂલ છે !
કારણ કે હીરાની સાથે આવેલા પથ્થરોનો તો કારખાના બહાર ઢગ જ ગોઠવાવાનો ! તેમજ મોતી બહાર નીકળાય પછી છીપોને પણ ફેંકી દેવાની ! અરે જે વખત શુક્તિકામાંથી મોતી બહાર આવ્યું અને ખાણમાંથી નીકળેલ હીરા એ સુવર્ણને પણ પથ્થર અને માટીથી વેગળા ર્યા પછી તો તે મોતીની છીપો, હીરાની સાથે લાગેલા પથ્થરો અને સુવર્ણ સાથે મળી આવેલી માટીને તો બહાર ફેંકી દેવાનું ઊલટું મજુરી ખર્ચ લાગે છે. ભવ્ય જીવોની અપેક્ષાએ જ સંસાર તે જન્માદિનું સ્થાન હોવાથી કચરામય, પથ્થરમય, માટીમય છતાં તેને કીંમતી ગણી લેવો પડ્યો ત્યાં પણ તેની કિંમત કોના ઉપર ?
વસ્તુઓ ઉપર જ કે બીજા કશા ઉપર !!? બાકી સંસારની કિંમત કઈ ? કેટલાક ન સમજે વ્યાકરણને ન સમજે અર્થને, અને બોલવા તૈયાર થાય છે કે સમ્યગુસાર, એટલે સંસાર કહેવાય છે તો તે કેમ ? આપણે એને એ કહીશું કે તો પછી શું સમ્યગુદર્શન બોલનારા મૂર્ણ સમજવા ? કારણ કે સમુથી સમ્યગૂ- અર્થ આવતો હતો તો પછી જ્ઞાન, દર્શન, અને ચારિત્રમાં સમ્યગુનો સબંધ છે. તે