Book Title: Siddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૩૩
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૯-૧૦-૩૨ પરિણતી અને પ્રવૃત્તિ રૂપ કાર્ય
તલવાર એ કંઈ શોભા માટે નથી પણ તે મરણથી બચવાનું સાધન છે.
તે તલવાર કોઈને મારવા માટે છે? ના, બચાવ માટે જ કેવળ શત્રુઓ ઉપર ઘા કરવા માટે છે.
સમતાભાવ=એટલે કે જીનેશ્વર અને મહાદેવ સરખા, સંન્યાસી અને સાધુ પણ સરખા, જીનેશ્વરનો ધર્મ અને અન્યનો બોકડામારું હિંસક ધર્મ પણ સરખો તેમ નહિ; આશ્રવનાકાર્યોમાં જે મન પ્રવર્તતું હોય તથા કર્મ બંધન કરવા તત્પર થતું હોય તેથી બચવા માટે સમતા ભાવ છે. એ સમતાની સડકથી વિમુખ થયેલાના મનમાં તો તીર્થકર જેવા રાગી અને દ્વેષી કોઈ જ નહીં એવું ઘોળાયા કરે છે. કારણ કે જેઓ તમારા પ્રાણ જાય તો પણ કોઈની હિંસા કરશો નહિ ! તમારા પ્રાણ જાય તો પણ તમે દયા ધર્મ ચૂકશો નહીં ! એમ યોજન ગામીની વાણીથી સમવસરણમાં સર્વદા કથન કરે છે.
ખરેખર ! જેણે હિંસાને છોડવાલાયક ગણી, જેણે વિરતિની વિશિષ્ટતા પર્ષદા આગળ પ્રકાશમાન કરી, સંસાર સર્વદા છોડવાલાયક જણાવ્યો, મોક્ષને સર્વદા આરાધવાલાયક ગણ્યો, અને દરેકે દરેક પદાર્થને સુ અને કુ સ્વરૂપે વિભાગમાં વહેંચ્યા, જેથી તો જેઓ રાગદ્વેષના દરિયા જ તેઓની દ્રષ્ટિએ તો થયા, વસ્તુતઃ વિચારશો તો માલુમ પડશે કે પદાર્થનું સ્વરૂપ દેખાડવું તેનું નામ રાગદ્વેષ જ નથી. સમતા ભાવ એ સામાયિક છે. અર્થાત્ કર્મ સંયોગને લીધે આત્માને કર્મ બંધાવનાર રાગદ્વેષાદિકને છોડવા, તેનું નામ સામાયિક છે. સામાયિકમાં બે પ્રતિજ્ઞા છે, સમ્ય જ્ઞાનાદિનું કાર્ય પ્રતિજ્ઞાપૂર્વક કરવું જ જોઈએ, અને સર્વ સાવધનો ત્યાગ કરવો જ જોઈએ. અને તે દરમ્યાન તેણે પોતાના ઘર સંબંધીનાં પણ દરેક કાર્યો વિસારવાં જ જોઈએ.
જેમ તમે કોઈને નોકર રાખો ત્યારબાદ એની ફરજ છે કે તમારું કામ તેણે સંભાળી લેવું જોઈએ, સોંપેલા કામમાં ખાંચો આવે તે માટે જોખમદાર નોકર છે. કારણ કે તે એની ફરજ છે. અહીંયા સાધુ પણ ચારિત્ર લેતાં ફરજ કબૂલ કરે છે. કે, સમ્યગુદર્શન, જ્ઞાન, ચારિત્રનું, જે કાર્ય હોય તે મારે કરવું જ જોઈએ. આ વાત લક્ષ્યમાં લેશો એટલે સામાયિકના જે પ્રમાદ સ્થાન કહ્યા છે, તેની પ્રતીતિ થશે ! કહે છે કે જે સામાયિક લઈ ઊંઘી ગયો, તેમાં શું પાપ કરે છે. કે તેને દોષ ગણ્યો ? તમારી પ્રતિજ્ઞા દર્શન, જ્ઞાન, ચારિત્રની હતી, તે પ્રતિજ્ઞામાં જેટલી ખામી તેટલો તમને ઠપકો, તે પ્રતિજ્ઞા એકલા સમ્યગૂ દર્શન, જ્ઞાન, ચારિત્ર માટેની નથી, પણ તે ત્રણની રક્ષા માટે પ્રતિજ્ઞારૂપ સામાયિક શબ્દ રાખ્યો છે. એ ત્રણે અંગીકાર કર્યા તે ટકે ક્યારે ? સવ્વ સાવM નો વિશ્વgામિ ! કારણ કે તમારા સામાયિકમાં, બે પચ્ચખાણ એટલા માટે જ છે. સમ્યગૂ દર્શનાદિનું સ્વરૂપ, ક્યારે સેવન કરે ? બીજી પ્રતિજ્ઞાનું યથાર્થ પાલન કરે ત્યારે. આથી એ સ્પષ્ટ થયું કે રત્નત્રયીમાં યથાશક્તિ ઉદ્યમ જરૂર કરવો, અને સાવધ વેપારનો ત્યાગ કરવો.
શંકા-(૧) શું ચારિત્રમાં સાવધનો ત્યાગ ન આવ્યો ? (૨) શું સાવદ્ય ત્યાગ ચારિત્રથી જુદી વસ્તુ છે?