Book Title: Siddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૧૦
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૫-૧૦-૩૨ ભીલે દ્રોણાચાર્યની મૂર્તિનું પૂજન કર્યું હતું. રસ્તે જતાં જૈન સાધુને કોઈ અસ્પૃશ્ય મસ્તક નમાવે તેમાં તમે વાંધો લઈ શકો નહીં, હિંસાદિનો ત્યાગ કરે તેમાં જૈન દર્શનને વાંધો નથી, વૈષ્ણવની માફક તમે તેમ કહી શકો તેમ નથી કે
स्वधर्मे निधनंश्रेयः पर धर्मोभयावहः દેવ, ગુરુ, ધર્મ વટલાતા નથી પણ વ્યવહાર વટલાય છે. દાખલાઓ કાયદાને બાધક નથી !!
કહેવાનું તાત્પર્ય એ છે કે દેવ, ગુરુ, ધર્મ વટલાતા નથી પણ વ્યવહાર તદન વટલાય છે. હવે તમને એ શંકા થશે કે મેતાર્ય, હરિકેશી તથા ચિત્રસંભૂતિ આ ત્રણેય દીક્ષા શી રીતે લીધી? કેમકે અસ્પૃશ્યને દીક્ષા તો છે નહિ. આનું સમાધાન કરું તે પહેલાં એક બીજી વાત પ્રત્યે ધ્યાન ખેંચે છું. નાતના ચોપડામાં કાયદો હોય કે કોઈપણ શ્રાવકે અભક્ષ્ય ખાવું નહીં, અપય પીવું નહિ. ડુંગળી, લસણ વિગેરેને અડકવું (ખાવું) નહીં છતાં જો કોઈ ખાય તો તે જવાબદારી વ્યક્તિની છે પણ નાતની નથી, તેવી રીતે શાસે તો સ્પષ્ટ વિધાન કર્યું કે અસ્પૃશ્યને દીક્ષા અપાય નહીં તેમાં આવા કદી બે ત્રણ દાખલા હોય તેથી વિધાનને (કાયદાને) બાધ આવતો નથી. જેમ કાયદો તો કહે છે કે ચોરી ન કરવી, જુગાર ન રમવો, વ્યભિચાર ન સેવવો છતાં કોઈ મનુષ્ય તે કરે છે તે ઉપરથી તેમ કરવાનો કાયદો છે તેમ કહી શકાય નહિ; ડાહ્યો માણસ એમ કદી કહી શકે નહિ કે દાખલાઓ કાયદાને બાધક છે. હવે આપણે એ દ્રષ્ટાંતોમાં ઊંડા ઊતરીએ. પણ વાંચી સાંભળીને વિચારો !!
શાસ્ત્રોને બદનામ કરો નહીં !! મેતાર્ય મુનિ કોણ હતા? માત્ર ચંડાલને ત્યાં જમ્યા હતા પણ દૂધ પણ ચંડાલણીનું પીધું નથી, ઉછર્યા પણ નથી કે તે આચાર દેખ્યો પણ નથી કેમકે જમ્યા તે જ વખતે સંકેત મુજબ શેઠને ત્યાં તેને લઈ જવામાં આવ્યા અને શેઠની મરેલી પુત્રીને અહીં લાવવામાં આવી હતી. જેઓ મેતાર્યનું દ્રષ્ટાંત દેતા હોય તેઓ આ વાતને ભૂલી કેમ જાય છે ? જન્મની સાથે જ કુલ ફરી ગયું હોય તેના જીવનમાં પ્રાયઃ તે કુલની અસર રહેતી નથી. પૂર્વભવના સંકેત મુજબ દેવતા મેતાર્યને દીક્ષા લેવાનું કહે છે પણ મેતાર્યનું લવલેશ મન નથી. દેવતા પરાણે અપાવવા ઇચ્છે છે. જેઓ અસ્પૃશ્યતાને અંગે મેતાર્યનું દ્રષ્ટાંત આગળ ધરે છે, તેઓએ પરાણે પણ દીક્ષા આપવી સારી છે, એ દસ્તાવેજ ઉપર સહી કરી દેવી પડશે. હવે મેતાર્ય વરઘોડે ચઢીને પરણવા જાય છે, અને આઠ કન્યાઓ પણ પરણવાને માટે વલખાં મારી રહી છે. ત્યાં પેલો દેવતા માતંગીણીના શરીરમાં પેસીને માતંગને મોઢે આ તમારો પુત્ર છે તે સંબંધમાં બધો ખુલાસો કરે છે તેથી તે માતંગ અને માતંગીણી બેય આવીને “આ તો મારો પુત્ર છે' એમ કહીને મેતાર્યને ગળે વળગી પડે છે. તથા હજારો મનુષ્યો વચ્ચે તે માતંગ શેઠને ત્યાં જન્મ વખતે થયેલી બાળકોની અદલાબદલીની વાત ખુલ્લી કરે છે. શેઠ ચૂપ થાય છે. પેલી આઠે કન્યાઓ વીલે મોઢે પાછી જાય છે. કહો અસ્પૃશ્યતા ઉડી ગઈ કે સાબિત થઈ ?