Book Title: Siddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૧૧
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૫-૧૦-૩૨ મેતાર્થે દૂધ પણ ત્યાંનું પીધું નથી, માત્ર જન્મ ત્યાં હતો એટલી વાત ખુલ્લી થતાં તો વરઘોડો વીખરાઈ ગયો, અને આઠ કન્યાઓ ભાગી ગઈ તથા રોતા રોતા ઘરે જવું પડ્યું. જૈન શાસનમાં અસ્પૃશ્યતા નથી તેવું કહેનારા આ વાત ભૂલી જાય છે ? ફરી દેવતા આવીને કહે છે કે કેમ? હવે દીક્ષા લેવી છે ?” ત્યારે મેતાર્ય શું કહે છે ! તે વિચારો, મારું નાક કપાઈ ગયું, દુનિયામાં માં દેખાડાય તેવું ન રહ્યું, હવે દીક્ષા લઉં શી રીતે ? જો આ કલંક ટળે તો દીક્ષા લઉં.” જૈન દર્શનમાં અસ્પૃશ્યતા નથી તેવું કહેનારે મેતાર્યના પોતાના આ શબ્દો વિચારી લેવા. પોતાને દીક્ષાનો ભાવ નથી છતાં લાગેલું અસ્પૃશ્યતાનું કલંક ટળે તો દીક્ષા લેવા તૈયાર છે તો તે કલંકને કેટલી મહત્તા અપાતી હશે ?
પછી દેવતા તે કલંક ટાળવા એક બકરો આપે છે. લીંડીને બદલે રત્નો મૂકે છે. આ રત્નોનો થાળ લઈને ચંડાળ શ્રેણિકને રોજ ભેટ ધરે છે. શ્રેણિક વિચારે છે કે આવાં રત્નો રોજ ક્યાંથી લાવે છે ? વળી, ચંડાળને રોજ આવી ભેટ ધરવાનું કારણ પૂછે છે ત્યારે ચંડાળ મેતાર્ય માટે કન્યાનું માગું કરે છે. આ સાંભળીને શ્રેણિક લાલપીળા થઈ જાય છે. વિચારો કે જો અસ્પૃશ્યતા જેવું ન હોય તો ક્ષાયિક સમક્તિના ધણી શ્રેણિક મહારાજા લાલપીળા થાત શું કામ ? શ્રેણિક તથા અભય વળી વિચારે છે કે જેની પાસે આટલું દ્રવ્ય છે તે જરૂર બીજી પણ (રાજ્યને અંગે) ઉથલપાથલ કરે એવું વિચારી શ્રેણિક અને અભય કુમાર બન્ને ઢેડને ઘેર જઈને બકરો જુએ છે તો પ્રત્યક્ષ તેને રત્નો મૂકતાં દેખે છે. તે બકરાને પોતાને ત્યાં લાવે છે ત્યાં તો લીંડી જ મૂકે છે. તેથી અભયકુમાર કહે છે કે - “એ ધન મેતાર્યના નસીબનું છે તથા આમાં કોઈ દેવતાનો ચમત્કાર છે.” એમ સમજીને ઢેડને ઘેર બકરો બાંધી આવે છે. ફરીથી રત્નની ભેટ વારંવાર મોકલ્યા કરે છે, શ્રેણિક પૂછે છે છતાં માંગણી કન્યાની કરે છે.
ત્યાર પછી રાજા શ્રેણિક ઢેડને કહે છે કે જો રાજગૃહીને (જે બાર જોજન લાંબી, અને નવ જોજન પહોળી છે) ફરતો એક રાતમાં સોનાનો કિલ્લો કરી દે, વૈભારગિરિ પર પગથી (પાજ) બંધાવે તથા દરિયો અહીં લાવી તેમાં અસ્પૃશ્યતા ટાળવાનો સંસ્કાર કરી પવિત્ર થાય તો કન્યા આપું!!!
ત્રણે વાતો દેવતાઈ, વિચારો જૈન દર્શનમાં અસ્પૃશ્યતા છે કે નહિ? તમારી શક્તિ ન હોય અને તમે ન પાળી શકો તે વાત જુદી છે, પણ તેથી શાસ્ત્રને બદનામ કરો નહીં. !!
હરિકેશી અને મેતાર્યજીની દીક્ષાને તીર્થની પરંપરા સાથે કોઈ પણ જાતનો સંબંધ નથી !!! જૈનશાસ્ત્ર આડે આવતું નથી !!!
હવે હરિકેશી મુનિની વાત વિચારો. તેઓ તો રાજકુળના હતા પણ જન્મ્યા પછી બહાર મૂકી દેવાયાથી ચંડાળને ત્યાં દૂધ ભોજનાદિથી ઉછેરાયા હતા. મેતાર્યને કે હરિકેશીને કોઈ પણ ગચ્છના