Book Title: Siddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૧૨
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૫-૧૦-૩૨ કે સંપ્રદાયના મુનિએ દીક્ષા આપી નથી. હરિકેશી મુનિને પણ ગોચરીને અંગે અસ્પૃશ્યતાના કારણે કેટલું વેઠવું પડે છે !
એક ઠેકાણે ગોચરી ગયા છે, તે મહોલ્લાના માણસો કહે છે કે “ઉચ્છિષ્ઠ ભોજન ફેંકી દઉં તે કબુલ પણ તને આપું નહીં,” વળી તે વ્યવહારિક જ્ઞાનદાતા ઉપાધ્યાય પોતાના વિદ્યાર્થીઓ પાસે હરિકેશીને માર મરાવે છે અને કાઢી મૂકવા માટે કહે છે : તેથી વિદ્યાર્થીઓ મારવા દોડે છે તે વખતે દેવતા તે વિદ્યાર્થીઓને લોહી વમતા કરે છે તથા કોઈના અંગોપાંગ મરડી નાખે છે. હરિકેશીનું દ્રષ્ટાંત દેનારે આ વાત પણ કબુલવી જોઈશે કે એક મુનિના અપમાન ખાતર સેંકડોને લોહી વમતા કરવામાં વાંધો નથી ! હરિકેશી મુનિ થયા છે પણ ભિક્ષાદિ વ્યવહારમાં આવી મુસીબતો છતાં રોષ કરતા નથી. તેમને કોઈ ગચ્છવાળા કે સંપ્રદાયવાળાએ દીક્ષા આપી નથી. દેવતાના બળે, પૂર્વભવના પુણ્યબળે, પ્રત્યેક બુદ્ધ જેવી સ્થિતિના યોગે દીક્ષા આવી જાય તેમાં જૈન શાસન આડે આવતું નથી.
- હવે ચિત્રસંભૂતિ પણ ચંડાળ હતા, તેઓ મુનિ થયા છતાં ગામમાં પેઠા તે માટે માર ખાવો પડ્યો એટલું જ નહીં પણ ગામમાંથી નીકળતાં નીકળતાં યે માર ખાધો તે એવી સ્થિતિ ઊભી થઈ કે એમને આવું જીવન જીવવા કરતાં મરવું સારું લાગ્યું અને તેથી ડુંગર ઉપર ચઢી ઝુંપાપાત કરવાનો પ્રયત્ન ર્યો. આ ચિત્રસંભૂતિ મુનિને પણ કોઈ પણ ગચ્છવાળા મુનિએ દીક્ષા આપી નથી. ચિત્રસંભૂતિને તેજલેશ્યા મૂકવી પડી પછી રાજા વિગેરે નમતા આવ્યા, વળી નિયાણું કરવું પડ્યું. આ બધી વાતો પ્રત્યક્ષ છતાં એક જ વાત પકડી રાખવી એનો અર્થ શો ? કોઈ હિંદીએ અમુકના ખૂન ક્ય તેથી એમ કહેવું કે હિંદીઓ ખૂની છે તે શું ન્યાયયુક્ત છે !! એક વખત બે ઘડી પણ નીતિ કે કુળનો મદ થાય તો આગલા ભવમાં નીચપણું ભોગવવું પડે છે. મનુષ્ય ભવમાં જાય તો નીચ ગોત્રમાં ઊપજે, તિર્યંચમાં પણ ગધેડો કે કુતરો વિગેરે થાય, અરે ! દેવલોક ઊપજે તો પણ કિબિષીયોદેવ થાય જેમ દુષ્કૃત્યને અંગે આ નિયમ તેમજ બે ઘડી ધર્મકૃત્ય થાય તો જન્માંતરમાં ઊંચી સ્થિતિ પ્રાપ્ત થાય. આ જીવ હજી પોતે ધર્મની કિંમત સમજતો નથી. અને તેથી જ જ્ઞાનીઓ તેને અજ્ઞાની કહે છે. આહાર, શરીર, ઇંદ્રિયો, વિષયો અને તેના સાધનોમાં જ મશગુલ રહેવું એ અજ્ઞાન છે. સમ્યગ્દર્શન, જ્ઞાન ચારિત્ર એ ધર્મ છે તેની કિંમત સમજવી જોઈએ. તે બે રીતે થાય, (૧) લૌકિક તથા લોકોત્તર. લોકોત્તર દ્રિષ્ટિએ ધર્મની કિંમત સમજાશે ત્યારે કાળા મહેલવાળા શ્રાવકોએ પોતાને અધર્મી તરીકે જાહેર કેમ ક્ય તે ખ્યાલમાં આવશે.
તા. ક:- અસ્પૃશ્યતા માટે લોકોત્તર વિધાનદર્શક શાસ્ત્રીય પાઠો આવતા અંકમાં પ્રગટ થશે.