Book Title: Siddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૧૮ :
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૫-૧૦-૩૨
•••••••••••••••• - સમાધાન- ના, પહેલું માતૃ થયું ત્યારથીજ સચિત્તપણું થવામાં બે ઘડી ગણવી.
પ૯ પ્રશ્ન- અધભાઓને વ્યાખ્યાનમાં આવતા રોકી શકાય? સમાધાન- ના, કારણ કે પ્રભુમાર્ગની દેશના સાંભળવાનો સર્વ કોઈને હક્ક છે; તે સ્થાનમાં વૈર વિરોધ
ભૂલવો જોઈએ. પ્રભુ સમોસરણમાં ૩૬૩ ત્રણસો ત્રેસઠ પાખંડીઓ આવતા હતા, જો કે તેઓ પામવાનું વસ્તુતઃ પામતા નહોતા પણ પ્રભુ વચનરૂપ વર્ષાદ ભવ્યાત્માઓના કોમળ
હૃદયરૂપ ભવ્ય ભૂમિમાં ઉતારી શકતા હતા. ૬૦ પ્રશ્ન- જે વખતે અહીં દિવસ હોય તે વખતે પશ્ચિમાદિ દેશોમાં રાત હોય છે, જે વખતે અત્રે એક ચોમાસું હોય તે વખતે તે દેશોમાં ગરમી હોય છે. હવે રાત્રિભોજનનો ત્યાગ, કેરીનો
ત્યાગ, વિગેરે પ્રસંગોપાત વિરતી આદિ ધર્મપ્રસંગો કેવી રીતે સાચવવાં? સમાધાન- - ધર્મના કેન્દ્રસ્થાનથી દિવસ રાત્રિના વિભાગને અનુસરીને રાત્રિભોજનનો નિયમ બાંધેલા
છે, ઋતુઓ પણ તેને અનુસરીને છે. પશ્ચિમાદિ દેશોમાં રાત્રિ-દિવસનો વિભાગ અને
- ઋતુઓ તત્ર પ્રમાણે સમજવી અને તે સ્થાનોમાં વિરતિના પ્રસંગો તે કાળને લક્ષીભૂત ગણી , , , ; : ધર્મકાર્ય કરવા તત્પર થવું. ૩ ... - ૬૧ પ્રશ્ન- ત્યાગમાર્ગથી કંટાળેલા, ભોગ માર્ગ પ્રત્યે ઈચ્છાપૂર્વક જનારા, જવાનો ઉદ્યમ કરવાવાળા
હોય છતાં ઘોંચ પરોણો કરી તેઓને બળાત્કારથી રોકી શકાય? જવાબ- હા, રોકી શકાય. હિતકાર્યમાં બળાત્કાર એ બળાત્કાર નથી પણ અનુપમેય બચાવ છે.
હાથમાં તલવાર લઇ ખૂન કરવા ધસી પડતા માણસને બાથમાં ભીડી બળાત્કારથી તલવાર ખૂંચવી લે અને ખૂન કરતાં બચાવે તો લાભ કે નુકશાન? જરૂર કહેવું પડશે કે લાભ.
કલ્પસૂત્ર વર્ષોવર્ષ સાંભળો છો મેઘકુમારે દીક્ષા લીધી, સંથારો બારણા પાસે આવ્યો, • : સતના સાધુ મહાત્માઓની પગરજથી તે સંથારો ધૂળથી ભરાઈ ગયો, રાતમાં ઘર જવાનો
વિચાર થયો, સવારમાં ભગવાન પાસે જવા માટે આવી ઊભો રહ્યો જવાની ઉતાવળ, ઓઘો મૂકવાની તૈયારી છતાં વિશ્વવંદ્ય વિભુવીરસ્વામી કહે છે કે હે મહાભાગ ? રાતે તે અશુભ ચિંતવ્યું છે. પાછલો ભવ વિસ્તારપૂર્વક સંભળાવ્યો, ધર્મમાં સ્થિર કર્યો, અને તેથી
જ શાસ્ત્રકારોએ શાસ્ત્રમાં ભગવાન મહાવીરદેવની “ધમ્મસારહીણું” પદની યથાર્થતા . 3: સ્પષ્ટપણે કથન કરી છે. ૬૨ પ્રશ્ન- સમ્યકત્વી અને મિથ્યાત્વી બન્ને જણમાં ગુણો છે અને દોષો પણ છે પણ પ્રસંગોપાત પ્રશંસા
. - કોની કરવી?અને કરવા જતાં દોષની પણ અનુમોદના થઈ જાય છે તો શી રીતે વર્તવું? સમાધાન- મિથ્યાત્વીઓમાં જબરજસ્ત મિથ્યાત્વદોષ છે અને તે સાથે બીજા મહાનદોષો છે જેથી
પ્રસંગોપાત ઉદ્યમાદિ પ્રવૃત્તિ પૂરતાં અપાતાં દ્રષ્ટાંતોમાં તે મિથ્યાત્વીના સાહસ, ધર્માભિમાન આદિગુણો વર્ણવતાં પહેલાં અધર્મ, હિંસક આદિ દોષોનું નિરૂપણ પ્રથમ કરવું અને પછી ગુણોને પ્રશંસવા. સમકતી જીવોમાં જે દોષો હોય તે દોષોને પ્રગટ ર્યા વગર ગુણોની પ્રશંસા કરાય તો પણ વાંધો નથી. કારણ સમ્યકત્વ ગુણ એવો જબરજસ્ત છે કે તે ગુણોની