Book Title: Siddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૨૪
શ્રી સિદ્ધચક્ર
તા. ૧પ-૧૦-૩૨ હૈયામાં હોળી એ કોનો પ્રતાપ ? હૈયાની હોળી કરતાં હાથમાં કળશ રૂપચારિત્ર વધારે કામ કરે છે, કારણ કે તે ક્રિયાઓ (દ્રવ્ય) દુનિયાદારીના પણ લાભ અપાવે છે. આવી રીતે લેવાતી દીક્ષા નવઐયવેક લઈ જનારી અને લાયકાતવાળી ગણે છે. શાસ્ત્રમાં બૈરીની
ઈચ્છાએ પણ દીક્ષાઓ આપી છે એવું કથન છે. નાનો ભાઈ સ્ત્રીમાં
આસક્ત છે, મોટા ભાઈએ દીક્ષા લીધી છે, વૈક્રિયલબ્ધિના જોરે સર્વશપણું
વિદ્યાધરી બનાવે છે, અને દેખાડે છે, અને દેખતા લલચાય છે. ચપટીમાં છે.
આગળ સામાન્ય દેવી બનાવીને કહે છે કે, જો જો ! પેલી બૈરી ! તેનાથી ચઢિયાતી છે ને? નાનો ભાઈ કહે છે કે, એવી મળે શી રીતે?
સાધુ-સાધુપણાથી. ત્યારે સાધુપણું આપો? મોટા ભાઈએ આપ્યું અને નાના ભાઈએ લીધું. શાના માટેનું આ સાધુપણું? અવંતિ સુકમાલે શાને માટે ચારિત્ર લીધું? નલીનીગુલ્મ વિમાન માટે, સ્ત્રીની, દેવલોકની ઈચ્છાથી ચારિત્ર આવે તો, અનેક પ્રકારે પાપનો પરિહાર કરવામાં આવે તો, સાધુઓથીના કહેવાય જ નહીં.
હવે મૂળ વાતમાં જ આવો, અનંતી વખત દ્રવ્ય ચારિત્રો દરેક જીવને કરવા પડે છે. અનંતી વખત ખોટા લીટા કરીએ ત્યારે સાચો એકડો થાય. વિતરાગપણું મેળવવા માટે અનંતાજન્મો સુધી ઉદ્યમ કરવી પડે. રૂમેવ નિ િમ પરમષ્ટ સેરે મન આ ત્યાગમય જૈનશાસન, નિગ્નથું પાવયણ' નિર્ગથ પ્રવચન, ત્યાગમય પ્રવચન, તે જ અર્થ, તે જ પરમાર્થ, “સેસે અન” તે સિવાય બધો અનર્થ. સર્વજ્ઞનું સાધ્ય રાખે તો વાંધો શો ? ઝાડ વગર ફળની ઈચ્છા રાખે તેને શું ગણવું? માટે વિતરાગપણું એ જ ધ્યેય છે, અને એથી જ જીનેશ્વરનો વિતરાગગુણ ધ્યેયરૂપ છે, સર્વશપણું ધ્યેય નથી, અને તેથી વીતરાગ વિશેષણની જ સાર્થકતા માટે વીતરાગ શાસન કહેવાય છે. મોહનીય તોડવા માટે મહાન મુસીબતો છે, બલ્ક મોહનીય તૂટે એટલે જ્ઞાનાવણયાદિ તૂટેલા છે. આ ઉપરથી જીનેશ્વરના શાસનમાં ધ્યેય તરીકે વિતરાગપણું. અનંતી વખતે ખોટું કર્યા વગર ખરું મળવાનું નથી. વીતરાગપણું સહેજમાં મળતું હોય તો સર્વશપણું ચપટીમાં છે. કોટી ધ્વજ કહેવરાવવું મુશ્કેલ નથી; ક્રોડ મળ્યા કે તરત જ કોટી ધ્વજ કહેવડાવશો. માટે સામાન્ય સ્પર્શ, રસગંધાદિમાં સુકાઈ જાય તો તેની કેવી દશા થાય? આવી વિતરાગ ધ્યેય પુરસ્મસી દશા થાય તેને જ ખરી શ્રદ્ધા થઈ કહેવાય.
બધા જીવ માને છે. આવા સ્વરૂપે હોય તેને જીવ માનવો. આવી સર્વજ્ઞતા તે જ મુખ્ય ધર્મ છે. અને એ જ સમ્યક્ત્વની ખુબી છે. અંદર કેટલો બળતો રહે. અસત્કલ્પનાએ ધારોકે ચક્રવર્તી મૂળાની ભાજી માટે રખડે તો પણ ન મળે, તેને છાતીમાં કેમ થાય; તેવી રીતે સર્વજ્ઞપણું, વિગેરે વિભાગ પુરસ્સર દેખે તો ચક્રવર્તીની રિદ્ધિ અને પાઈને જેટલું આંતરું છે તેના કરતાં અનંતગણું આંતરું તે અનંતજ્ઞાનીઓથી આપણે છે. મારું સ્વરૂપ આ અને એ સ્વરૂપ પામનારા અધિકારીના અનેક પ્રકાર છે.
સપૂર્ણ.