________________ =ીય પરિચછેદ. (29) -ળી. ભાનુવેગે મને ઘણું ઘણી રીતે સમજાવ્યું પણ કામદેવના નાણુથી જે હૃદયે વ્યથા પામ્યાં હોય તે જ તેની વેદના મિજી શકે. | મારા કરતાં કનકમાળાની સ્થિતિ કઈ વધુ સારી ન હતી. _અમે બંને જણાં એક જ બાણથી વીંધાયા હતા. અમે બને જણાં એક જ અગ્નિથી બળતા હતા, પણ એ વાત તે પાછ-. નથી સમજાઈ. પહેલાં તે હું એમ જ માનતે હતું કે યુવતી, એક શીકારીની જેમ મારા કાળજામાં વિરહવ્યથાનું ખંજર ભેંકી, હસતી–રમતી ત્યાંથી ચાલી ગઈ; પણ કનકમાલાની એક દાસી જ્યારે મારી પાસે આવી અને ખાનગીમાં લઈ જઈ મને કનકમાળાની સ્થિતિ સમજાવી ત્યારે જ મારી આંખ ઉઘદ્ધ કે મદનદેવના પુષ્પ–શરે અમારા બન્ને નેહીઓનાં અંત૨માં દાવાનળ સળગાવ્યે હતો. દાસીએ જ મને કહ્યું કે કનકમાળાનું હે વ્યથાને લીધે નિસ્તેજ બની ગયું છે. ચંદનને લેપ ને કમલના તંતુઓ પણ હવે તેને આગના તણખા જેવા લાગે છે. વારંવાર પૂછવા છતાં તે એક પ્રશ્નને સીધો જવાબ નથી આપતી. દુકામાં જે આ સ્થિતિ વધુ વખત લંબાય તે કનકમાળાના પ્રાણુ ઉ4 જાય એવી સ્થિતિ છે. જ્યારથી એણે મદનોત્સવમાં આપને નહાન્યા છે ત્યારથી તેના અંતરમાં માત્ર આપનું જ ધ્યાન છે. દાસીના અતિ આગ્રહથી મેં કનકમાળા ઉપર એક સચિત્ર પત્ર બીડ્યો. ચિત્રમાં કેટલીક કમલિનીએ આલેખી એક જ પુષ્પ ઉપર ભ્રમરને તલ્લીન બનેલે બતાવ્યું, અને ચિત્રની નીચે એક સમસ્યાવાળી ગાથા પણ લખી મેકલી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust