________________ ( 336 ) સતી સુરસુંદરી પ્રકરણ 13 મું. કર્મરેખા બળવાન છે. विधत्तां वाणिज्यं श्रयतु नरनाथं प्रविशतु, द्युलोकं पातालं व्रजतु भजतां वा धनपतिम् // अधीतां शास्त्रौघं दृढयतु तपोऽभ्यस्यतु कलाः, पुरोपात्तं कर्म स्फुरति न तथापि ह्यपरथा // - સુખસંપત્તિ મેળવવા માણસ ગમે તેવા વેપાર ખેડે, ભલેને નરેંદ્રની સેવામાં પિતાનું આખું જીવન વીતાવી દે, વર્ગલેકમાં જાય કે પાતાળ સુધી પહોંચવામાં પણ બાકી ન રાખે, ધનપતિની સેવા કરે કે શાસ્ત્રોને અભ્યાસ કરે, તપચર્ચામાં દ્રઢતા રાખે કે સર્વ કળાઓમાં પારંગત થાય; પણ તેને ફળપ્રાપ્તિ તે પૂર્વે ઉપાર્જન કરેલા કર્મ પ્રમાણે જ થાય છે. એમાં અન્યથા થઈ શકતું નથી. ચિંતા ચિતા જેવી છે ! चिंता चितासमा प्रोक्ता, बिन्दुमात्रविशेषतः। सजीवं दहते चिन्ता, निर्जीवं दहते चिता // - જગતમાં ઘણું વ્યાધીઓ છે પણ ચિંતા જે વ્યાધિ : “એકે નથી. એને ચિતાની ઉપમા આપવામાં આવે છે, પણ તે ચિંતામાં એક મીંડું વધારે છે તેને અર્થ એ છે કે ચિતા કરતાં પણ ચિંતા વધુ ભયંકર છે. ચિતા તે નિજીવને બાળે છે, પણ ચિંતા જીવતા પ્રાણુને બાળે છે...જીવતાનાં રૂધીર પીનારી ચિંતા જ છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust