________________ (198) સતી સુરસુંદરી. એક દિવ્ય મણીવાળી વીંટી આપી હતી તે વીંટીનું પાણી સમગ્ર દેષ નિવારવા સમર્થ હતું. મેં એ પાછું તેને અંગે અંગમાં છાંટ્યું અને થોડું પાયું. . વિષ-નિવારણને વિધિ ચાલતો હતો તે દરમીયાન પ્રિયંવદા બોલી ઉઠી –“આ તે હારી બહેન છે!” શી રીતે ?" મેં પ્રિયંવદા સામે આતુરતાથી નીહાળ્યું.. રત્નાવતી નામની મારી માસીની એ પુત્રી થાય છે. એને પિતા કુશાગ્રપુરનો રાજા નરવાહન છે અને આ કન્યાનું નામ સુરસુંદરી છે. વૈતાઢ્યપર્વતમાંથી આ દ્વીપમાં આવતી હતી ત્યારે મેં એને કુશાગ્રપુરના ઉદ્યાનમાં જોઈ હતી.” “એ ઉદ્યાનમાં ઉતારવાનું શું કારણ હતું ?" તપાસ શરૂ કરી. આકાશ-વિહારથી થાકી છેડા શ્રમ લેવા હું કુશાગ્રપુરમાં ઉતરી હતી. એ વખતે તે પિતાની સખીઓ સાથે આ સુરસુંદરી પણ ત્યાં જ હતી. " તો પછી તું એને જોતાં જ આકાશમાગે કાં ન ચાલી નીકળી?” ઉતાવળમાં આકાશગામિની વિદ્યાનું એક પદ ભૂલી ગઈ. બહુ બહુ માથાફ્ટ કરી પણ એ ભૂલાયેલું પદ યાદ ન આવ્યું. હું ઝંખવાણું બની ગઈ. મારી ઉદ્વિગ્નતા જોઇ આ સુરસુંદરીએ તેનું કારણ પૂછ્યું. મેં ખરેખરી વાત કહી દીધી અને આનંદની વાત એ છે કે સુરસુંદરીએ જ મને વિસ્મૃત પદ યાદ કરી દીધું.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust