________________ ડશ પરિચ્છેદ. ( 265 ) | રીત પણું આવેલું અનુભવી એક દિવસે સખી પ્રિયંવદાએ પડ્યું “ભદ્ર! તું આમ અચાનક નિષ્ફર કેમ બની ગઈ? એવું તે શું બન્યું છે કે જેથી વાત-વાતમાં તું રાજાને તિરસ્કાર કરે છે?” “એ બધે પ્રતાપ આ દુષ્ટ ગર્ભને જ હાચ એમ મને લાગે છે. હું ઘણો નેહ સીંચવા મથું છું, પણ આ ગર્ભમાં | કેણ જાણે કે જીવ આવ્યો છે કે જે મને રાજા પ્રત્યે રોષ ઉપજાવે છે. હું એટલી હીણુભાગી છું કે મારા સ્વામીને પણ આજે હું પ્રેમભીની નજરે નિહાળી શકતી નથી તેમ તેની સાથે શાંતિથી વાતચીત પણ કરી શકતી નથી. તું જરા મારે આ સંદેશ મારા પ્રિયતમ પતિને પહોંચાડજે કે આ ગર્ભની . સ્થિતિ જ્યાં સુધી મારા ઉદરમાં છે ત્યાં સુધી તે મારૂ–પાપિણીનું હાં સરખું પણ ન જુવે અને મારા સંબંધમાં કંઈ અન્યથા વિચાર પણ ન કરે.” પ્રિયંવદાએ મકરકેતુને અથથી ઇતિ સુધી બધી વાત સમજાવી. રાજાને પોતાને પણ આ વાતથી બહુ આશ્ચર્ય થયું. તે વિચાર કરવા લાગ્યુઃ “દૈવની ગતિ કેટલી વિચિત્ર છે? જે દેવી એક ક્ષણ માત્ર પણ મારા સહવાસ વિના રહી શકતી નહીં, ઊંઘમાં પણ જે મારા નામને જ મંત્ર જપતી તે આજે _ગર્ભના પ્રતાપે મારા પ્રત્યે એક નિષ્ઠુર સ્વભાવવાળી બની ગઈ છે. મને એ પિતાનું મુખ બતાવવા પણ ખુશી નથી. શું એ ગમાં આવેલ મારે પૂર્વભવને વરી સુબંધુનો જીવ તે નહીં હોય?” પ્રિયંવદા ગઈ, મકરકેતુ કયાંય સુધી સંસારની વિલક્ષણતાને વિચાર કરતો બેસી રહ્યો. એની હૃદયવ્યથા કઈ જાણી શક્યું નહીં. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust