________________ ( 298) સતી સુરસુંદરી. સજજનેની પ્રતિજ્ઞા. अद्यापि नोज्झति हरः किल कालकूट, कूर्मो बिभर्ति धरणी किल पृष्ठभागे। अम्भोनिधिर्वहति दुवंहवाडवाग्नि मङ्गीकृतं सुकृतिनः परिपालयन्ति / / સમુદ્રમંથન કરતાં એની અંદરથી કાલફટ વિષ નીકળ્યું, શંકરે એને સ્વીકાર કર્યો અને હજી પણ એ વિષને રાખી રહ્યા છે. કાચબાએ પોતાની પીઠ ઉપર પૃથ્વીને ભાર ગ્રહણ કર્યો અને હજી પણ એ અસહ્ય ભાર કાચબ સહે છે. સમુદ્ર વડવાગ્નિને પિતાના અંતરમાં સ્થાન આપ્યું અને હજી પણ એને જાળવે છે. ખરેખર, સજજનો જે પ્રતિજ્ઞા કરે છે–જેને હાથ પકડે છે આ તેને છેવટની ઘડી સુધી પાળે છે. (aa થવાનું હોય તે થાય છે જ. भवितव्यं भवत्येव नालीकेरफलाम्बुवत् / गन्तव्यं गमयत्येव गजभुक्तकपित्थवत् / આમ ન જ બને” એમ આપણે ભલે માનીએ પણ જે થવાનું હોય તે અવશ્ય થાય છે. નાળીએરની અંદરથી મીઠું પાણી નીકળે છે એ વાત સૌ જાણે છે, પણ એ પાણી કયારે નાળીએરની અંદર પહોંચે છે એ કઈ નથી જાણી શકતું. આપણે ન જાણીએ તો પણ બની જ જાય છે. હાથી આખું કઠું ગળી જાય છે, પણ જ્યારે કે હું બહાર નીકળે છે ત્યારે એની આકૃતિ માત્ર જ રહે છે, અંદરને ભાગ ગળી થાય છે. એટલે કે જે થવાનું હોય તે લાખ વાતે થાય છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust