________________ ( 319) પાસે જવાય, વચમાં જ જકડાઈ ગયે. વિધિવશાત્ હાથી ઉભયભ્રષ્ટ બન્યું. ભયથી ક્યાં સુધી અહીવું? तावद्भयस्य भेतव्यं, यावद्भयमनागतम् / थागतं पुनरालोक्य, पश्चात्कुर्याद्यथोचितम् // મનુષ્ય, જ્યાંસુધી ભય ન આવ્યો હોય ત્યાં સુધી એનાથી ચેતતા રહેવું, પણ એક વાર સામનો થયો એટલે દેશ, કાળ, સાધન વિગેરેને વિચાર કરી એની સાથે હિમ્મતથી લડી લેવું. ધીર પુરૂષોની પરીક્ષા. - निन्दन्तु नीतिनिपुणा यदि वा स्तुवन्तु, लक्ष्मीः समाविशतु गच्छतु वा यथेष्टम् / अद्यैव वा मरणमस्तु युगान्तरे वा, न्यायात्पथः प्रविचलन्ति पदं न धीराः // નીતિશાસ્ત્રના જાણકારો ભલે નિંદે અથવા વખાણે, લક્ષમી આવી મળે અથવા હોય તે પણ ભલે ચાલી જાય, આજે અથવા યુગાંતરે મૃત્યુ ભેટતું હોય તે પણ ભલે, ધીર પુરૂષ એની બીલકુલ પરવા કરતા નથી. તેઓ ગમે તેમ થાય, પરતુ ન્યાયના માર્ગમાંથી એક પગલું પણ પાછું ભરતા નથી. વિષયે કયાં સુધી સુખરૂપ લાગે છે? ददति तावदमी विषयाः सुखं, कुरति यावदियं हृदि मूढता। मनसि तत्त्वविदां तु विचारके, क विषयाः क सुखं क परिग्रहः / / P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust