________________ (274) સતી સુરસુંદરી.' મદનગ પોતાના પ્રયત્નમાં નિષ્ફળ નીવડ્યો તેથી તેની અત૨જવાળા વધુ જોરથી ભભૂકી ઉઠી. કાષ્ટગૃહમાં રહ્યો રહ્યો તે મહાકષ્ટ દિવસે વીતાવવા લાગ્યું. એટલામાં પર્યુષણામ આવ્યું. રાજાએ અનેક બંદીવાનેને એ પવિત્ર દિવસમાં બંધનમુક્ત કર્યા. પિતાના દુરાચારી અપરાધી પુત્રને કષ્ટગૃહમાંથી છોડ કે નહીં એ સંબંધ એણે ઘણું ઘણું વિચારો કરી જોયા. આખરે એને લાગ્યું કે પર્યુષણ પર્વ જેવા માંગલિક સમયે હું જે એને ક્ષમા આપી શકું નહીં તે મારો આત્મા શુદ્ધ ન થાય. પુત્રને કેદમાં જિક રાખી રાજવૈભવ માણવામાં રસ પણ શું છે ? મદનગ બંધનમુક્ત થયો. એને છૂટ કરતી વેળા રાજાએ ઘણું મધુર તેમજ હિતકારી શબ્દમાં સમજાવ્યું કે–“હવે તુંબધી ગઈગુજરી ભૂલી જા. હું દીક્ષા લઈશ–તે પછી મારા રાજ્યને અધિકાર તને જ સેંપી જઈશ. અત્યારે તે તને ડાં ગામડાં જ આપું છું તેટલાથી સંતોષ મેળવજે.” એટલું છતાં મદનવેગ વેરને બદલે લેવાનું ભૂલી શક્યો નહીં. પિતાએ દયાપૂર્વક આપેલાં ગામડા માં જઈને ત્યાં રહેવા લાગ્યો. મદનવેગને ત્યાં ધૂમ્રમુખ નામના એક ગીનો ભેટે થયે. તે મદનવેગની સીમમાં આવેલી પર્વતની ખીણમાં ભટકી ; મૂળીઆઓ ગેતો અને એ જ એનો મુખ્ય વ્યવસાય હતો,આ યોગીની મદનવેગે ઘણું ઘણું સેવાઓ ઉઠાવી. ખાન-પાન અને શયનાદિ આપી તેને સંતુષ્ટ કર્યો. રોગીએ પ્રસન્ન થઈ એને એક પ્રકારનું અંજન આપ્યું, જે અંજનના પ્રભાવથી મદનવેગ ધારે ત્યારે પિતાના દેહને અદશ્ય બનાવી શકે. P.P. Ac. GunratnasuriM.S. Jun Gun Aaradhak Trust