________________ Lડશ પરિચ્છેદ. (279) લીધું. પછી સર્વ મુનિઓ તથા સાધ્વીઓને ઉદ્દેશી એમણે કહ્યું: “ખરેખર વેરને લીધે પ્રાણીને ઘણું કષ્ટ વેઠવાં પડે છે. તમે સો વૈરબુદ્ધિને સર્વથા ત્યાગ કરજે. આ પણ એક પૂર્વવરની જ કથા છે. સાંભળોઃ પરભવમાં રૂષ્ટ થએલે ધનપતિને જીવ જે દેવ થયો હતો તે પૂર્વના વૈરને લીધે મોહિલને જીવ જે સુમગળ થયો હતો તેને માનુષેત્તર પર્વતની અપર બાજુએ મૂકી આવ્યું હતું, તે ત્યાંથી ચાલતા ચાલતે નિર્જન અરણ્યમાં આવ્યું. ત્યાં તેને સર્ષ ડ. ત્યાંથી મરીને તે સંસારમાં પરિભ્રમણ કરી રહ્યો. નારક, તિર્યંચ અને મનુષ્યભવમાં પણ એણે દારૂણ દુઃખ વેઠ્યાં. પછી સિદ્ધપુર નગરમાં સુરથ નામે કનકવતીને પુત્ર થશે. પિતા સુગ્રીવ ક્ષયના રાગથી મરી ગયા. સુરથ રાજ્યગાદીએ આવ્યું તે ખરો, પણ સુપ્રતિષ્ઠ એને હાંકી કાઢ્યો. પછી તે ચંપાનગરીમાં આવ્યું. કીર્તિધર્મ રાજાએ, પિતાને ભાણેજ જાણીને તેને પિતાની હકૂમતમાંથી, સીમાડાનાં સે ગામ કાઢી આપ્યાં. ' ત્યાં પણ તે અનાચાર અને જુલમ કરવા લાગ્યું. કીત્તિ ધર્મ સુરથ બહુ દુઃખી થયે. આખરે અજ્ઞાનતપ કરીને તે પતિષવાસી શનિશ્ચર દેવ થયા. ત્યાં તે પિતાનું પૂર્વવૈર સંભારીને અહીં ચિત્રગતિ મુનિ પાસે આવ્યો. શાસ્ત્રવાંચન અથવા અધ્યયન વખતે તે એનું બળ ન ચાલે, પણ આજે ચિત્રગતિને વિકથામાં પ્રમાદ સેવતા જોયા એટલે તે દુષ્ટ એમને ઉપાડી ગયો. પછી લવણસમુદ્રમાં ફેંક્યા. શુભ પરિણામવાળા એ મુનિ શુક્લધ્યાનવડે કર્મોને બાળી હાલમાં અંતકૃતકેવળી થયા છે. એમને હવે સંસારને ભય નથી.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust