________________ ( 270 ) સતી સુરસુંદરી લગ્નોત્સવ ઉજવાશે. અનંગકેતુ અને મદનગા પતિ-પત્ની તરિકે લગ્નની ગાંઠથી જોડાયાં. જલવેગે જ્યારે આ હકીકત સાંભળી ત્યારે તેના અંગમાં ઈષ્યની આગ સળગી ઉઠી. જે મદનવેગાને પિતે એક દિવસે ને મેળવવા માગતે તે મદનગાને બીજે એક યુવાન પરણી જાય એ એને અસહ્ય લાગ્યું. અનંગકેતુ ઉપર ધુંધવાતે જલગ વેર લેવાના વિચારમાં દિવસે વિતાવી રહ્યું. અચાનક એને એક ઉપાય જ આવ્યું. મદનવેગ પાસે જઈને તે કહેવા લાગ્યું; “તું મકરકેતુ મહારાજાનો સૌથી મોટે પુત્ર છે અને રાજગાદીને ખરો હકદાર પણ તું પોતે જ છે, એ વાત બરાબર જાણે છે? સુરસુંદરી એ તારી માતા છે. તારે જન્મ થતાં જ તને તારાં માતા-પિતાએ અહીં મોકલી દીધા - છે. તારૂં મુખ પણ નથી જોતાં એ કંઈ તારૂં જેવું તેવું અ૫માન છે ? તારી હાજરીમાં તારા નાના ભાઈને યુવરાજપદે નીમવામાં આવે, તને રાજગાદી માટે અગ્ય ઠરાવવામાં આવે એ બધું તું શી રીતે સહન કરી શકે છે? આજ સુધી તારી તરફ એ લોકે એક દુશમનની જેમ જ વર્યાં છે. તને તારા પિતાના રાજ્ય તરફ–એ દિશામાં જવાને પણ અધિકાર નથી. આ કઈ થોડા દુ:ખની વાત છે ? " - જલવેગે છેડેલાં વચનબાણ મદનવેગની છાતીમાં આરપાર નીકળી ગયાં. એક તે એ જન્મથી જ પિતાને વરી હતા. જલવેગની વાત સાંભળી એ ઉશ્કેરાઈ ગયે અને બે * “એ મારા પિતા નથી, પણ મારે પૂર્વભવને કઈ વેરી જ હવે જોઈએ. એ ક્યાં રહે છે તે મને કહે, મારાં અપમાનને પૂરો બદલે લઈશ ત્યારે જ મને સંતોષ થશે.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust