________________ (246) સતી સુરસુંદરી. મારો ક્રોધ શમ્યો ત્યારે મેં કેવું ઘોર કર્મ કર્યું હતું તે મને સમજાયું. એ પાપના પ્રાયશ્ચિત અર્થે અનશન વ્રત ગ્રહણ કર્યું, પણ લજજાને લીધે મેં મારા દુષ્કર્મની વાત ગુરૂ-મહારાજને ન કરી તેથી આલેચના કર્યા વિના હારૂં ચારિત્ર ખંડિત થયું. ત્યારબાદ હું કાળ કરીને ધરણેન્દ્ર થશે. તે જ હું પોતે પ્રજ્ઞપ્તિ આદિ સર્વ વિદ્યાઓ આપું છું.” ધરણેન્દ્રની વાત સાંભળી કુમારે ધરણેન્દ્રના ચરણકમળમાં પ્રણામ કર્યા અને કહ્યું –“આપને માટે ઉપકાર માનું છું.” બીજા વિદ્યાધરોએ અને પિતાએ પણ એ ધરણેન્દ્રનું બહુમાન કર્યું. પછી તેઓ પોતાના સ્થાનને વિષે ચાલ્યા ગયા. ચિત્રવેગ ચક્રવર્તીએ તેમ જ ચિત્રગતિએ પણ ભારે ધામ- ધૂમ સાથે, પિતાના સ્થાનમાં કુમારને રાજ્યાભિષેક કર્યો. વૈતાઢયપર્વતમાં કુમાર વિદ્યાધરને ચવતી બન્યું. સર્વ વિદ્યાધરાએ પિતપોતાની કન્યાઓ તેને આપવા ઇચ્છયું, પણ મકરકેતુ કુમારે કહ્યું કે “જ્યાં સુધી નરવાહનની કન્યા સુરસુંદરી સાથે મારે વિવાહ ન થાય ત્યાં સુધી બીજી કઈ કન્યા સાથે હું લગ્ન નહીં કરું.” ભાનુવેગે કુશાગ્રપુરમાં જઈ, નરવાહન રાજાને મળી સુરસુંદરીને મેળવવાનું વચન આપ્યું. મકરકેતુને સહેજ આશા બંધાવ્યું. તેણે કહ્યું –“હવે એ બાબતમાં વધુ વિલંબ ન કરશે. તે દરમીયાન અમે પણ પિતાની આજ્ઞા લઈ હસ્તિનાપુરમાં જઈ, આવીએ. હજી સુધી અમે માતા-પિતાનાં દર્શન નથી કર્યા. મા–બાપના ચરણકમળમાં વંદના કરવાની કેને ઈચ્છા ન થાય?" ભાનુવેગ પોતાનું કામ સાધવા રવાના થશે અને અમે આ તરફ આવવાની તૈયારી કરી રહ્યા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust