________________ (248) સતી સુરસુંદરી. ઉતાર્યું અને પિતાના ચરણમાં નમી પડ્યું. મહારાજા અમરકેતુની આંખમાં વાત્સલ્યને અમી પ્રવાહ છલકા. એમણે પુત્રને છાતી સાથે ચા અને મસ્તક ઉપર વહાલથી ચુંબન લીધુ. પિતા-પુત્રે નગર-પ્રવેશ કર્યો. સેંકડો માગધ-લોકેએ તુતિના નેહ-ધોધ વહાવ્યા નગરજનેએ અભિનંદન અને માંગલિક ઉપચારવડે એમને સત્કાર્યા. મહારાજાના મહેલ પાસે સો છૂટા પડ્યા. કુમારને લઈ રાજા પોતાના અંતઃપુરમાં દાખલ થયા. ત્યાં ઘણું દિવસની દર્શનતરસી માતા બેઠી હતી. મકરકેતુએ દૂરથી જ માતાને પ્રણિપાત કર્યા. હર્ષઘેલી માતા સામે આવી પિતાના પુત્રને ભેટી પઢ. માતા અને પિતાની આંખમાંથી સ્નેહની સરિતાઓ aeii. , “બેટા, પુત્રના વિરહમાં પણ જે માતાનું હૃદય વગર - ચીરાયેલું રહે તે માતા કેટલી કઠોર હોવી જોઈએ?” માતાના મુખમાંથી એવી મતલબના ઉદ્ગાર સરી પડ્યા. મકરકેતુ એ શબ્દનો અર્થ અને આશય સમજી ગયે. તેણે આવાસન આપતાં માતાને કહ્યું –“માજી, દેવની ઘટના ઘણી વિચિત્ર હોય છે. કર્મને આધીન એવાં પ્રાણીઓ-આપણે બીજું શું કરી શકીએ? બ્રહ્માને પણ એ કમસત્તા મૂકતી નથી. એને બીચારાને કુંભારની જેમ રાતદિવસ સુષ્ટિનાં ઘાટ ઘડવા પડે છે. શંકર, વિષ્ણુ અને સૂર્ય પણ એ કર્મ રાજાની આજ્ઞામાં રહી ; પોતપોતાનાં કામ કર્યું જાય છે, માટે હે માજી ભૂતકાળમાં જે કઈ બન્યું હોય તે ભૂલી જાઓ.” ઘણે વખતે પુત્રને ભેટેલી માતાએ પુત્રના મંગળ અથે, એને મણિરત્ન ખચિત એક બાજોઠ ઉપર બેસાર્યો અને કેટલાંક P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust