________________ ( 251 ) પંચદશ પરિચ્છેદ. એટલે સંપત્તિનો સંગ એ પણ ઝાંઝવાના જળ જેવું જ સમજવું. દાનાદિક સત્કાર્યો કરવામાં જ જીવનની સફળતા છે. હું અનિવાર્ય અને નિશ્ચિત છે. જ્ઞાની અને વિરાગી પુરૂષાને એ કંઈ વિન્ન કરી શકતું નથી. હંમેશા ધર્મને જે સ ગ્રહ કરવા જોઇએ. જેઓ એમ કરી શકતા નથી તેઓ પ્રમાદમાં સબ્ધ રહી, મહામૂલ્યવંતા માનવદેહને હારી જાય છે. . એ પ્રમાણે ધર્મદેશના પૂરી થતાં કમલાવતીએ સૂરીશ્વરને સવિનય પૂછયું- હે ભગવન, હે જન્માંતરમાં એવું તે કર્યું પાપકર્મ કર્યું હતું કે જેથી પુત્રવિયેગ જેવું દુઃખ મારે સહેવું પડ્યું ? " શ્રી સૂરીશ્વરે મધુર વાણીમાં એ પ્રશ્નને ખુલાસો કરતાં કહ્યું- હે દેવાનપ્રિયે ! એ વૃત્તાંત સહેજ વિસ્તૃત છે. તમે શાંતિથી સાંભળોઃ અવરકંકા નગરીમાં, આંબડ નામને એક ગૃહ તથા તેની અક્ષુબ્ધા નામની ભાર્યા રહેતાં હતાં એ વાત પહેલાં પણ તમે સાંભળી ચૂકયા છે. એને ખંડણ, મહણ અને ચંદણ નામના પુત્રો હતા એ પણ જાણે છે. અંબડ વણિક ભવભ્રમણ કરતે, આ ભરતક્ષેત્રમાં-મરૂદેશમાં હર્ષપુર ગામની અંદર અર્જુન નામે ગામેતી થયો. અક્ષુબ્ધા પણ એ જ રીતે ભવભ્રમણ કરતી એની બંધુશ્રી નામે ભાર્યા થઈ. બહુ ઓછ કષાયવાળા, દયાધમ આ સ્ત્રી-પુરૂષના દિવસે આનંદમાં–સ તષમાં વીતતા હતા. એક વાર વર્ષાઋતુના વાદળ ઘેરાય ધોધમાર વષદને લીધે સ્થળે સ્થળે પાણુ ઉભરાયાં. વર્ષો પદ ખેડુતે ખેતી કરવા તૈયાર થાય છે તેમ અર્જુન પણ પિતા સ્ત્રીની સાથે ખેતી કરવા તત્પર થયા. . . . . . - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust