________________ (250 ) સતી સુરસુંદરી મારી સાથે આપ સૌ હસ્તિનાપુર ચાલે. ત્યાં બધાં સારાં વાના થશે. " નરવાહન સમ્મત થશે. ભાનુવેગે પોતાના દિવ્ય વિમાનમાં અમને બેસાર્યા. પિતાની સાથે કેટલીક લગ્ન-સામગ્રી લઈ રાજા પોતાના પરિવાર સાથે હરિતનાપુર તરફ વિદાય થયે. એટલામાં તે ચિત્રગતિ અને ચિત્રવેગ પણ સમાચાર સાંભળી આવી પહોંચ્યા. અમરકેતુ મહારાજાએ સૌને ખૂબ સનેહ અને સન્માન સાથે સત્કાર કર્યો. શુભ મુહૂર્તે લગ્નની તૈયારીઓ પણ થઈ ગઈ. ધરતી ઉપર જાણે કે એ દિવસે સોનાનો સૂર્ય ઉગ્યો હાય અને આનંદ-પ્રમોદની રેલમછેલ થઈ રહી હોય એમ સો કેઈને લાગ્યું. રાજાએ કુલાચાર પ્રમાણે મંગલત્સવ કર્યોભૂપતિઓ અને વિદ્યાનું ઉચિત સન્માન કર્યું. વાચકજનેને માટાં દાન અપાયાં. સર્વ જૈન મંદિરમાં ભક્તિ–ઉલ્લાસભર્યા મહે ઉજવાયા-જિનેંદ્રભગવાનની પ્રતિમાઓની મહાપૂજાઓ જાઈ. મુનિસંઘને પણ બહુ ભક્તિભાવપૂર્વક સત્કાર કરવામાં આવે. સામંત લોકોને પણ હાથી, ઘોડા, રથ, ગામ, ચાકર, નગર અને પત્તનાદિક ભેટ અપાયાં. એ બધું પતી ગયા બાદ અમરકેતુ રાજા પોતાના = પરિવાર સાથે એક દિવસે આચાર્ય મહારાજને વાંદવા પધાર્યા. = સૂરીશ્વરને વંદન કરી, સર્વ મુનિઓને સુખશાતા પૂછી અમર1 કેતુ ભૂમિ ઉપર બેઠા. આચાર્ય મહારાજે, જિતેંદ્રભગવાને પ્રરૂપેલા ધર્મને સાર સંભળા. શરીર નાશવંત છે. શરીર જેવી ક્ષણિક વસ્તુઓ ઉપર મોહ રાખવે એ ખોટું છે. વૈભવ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust