________________ (236) સતી સુરસુંદરી. જ નહીં પણ પિતાને વરવાને એ નથી ઈચ્છતી એમ સમજ્યા છતાં પરાણે તેની સાથે સ્નેહ જડવા મથે છે. નવાહનની પણ એ જ સ્થિતિ હતી. જ્ઞાનીઓએ સંસારને-સંસારના સંબંધને તુચ્છ ગણ્યાં છે તેનું આ પણ એક કારણ છે કે અજ્ઞાનમાં આંધળે બનેલે પ્રાણી પિતાની પૂર્વભવની માતા–પ્લેન કે પુત્રીને પણ પીછાની શકતું નથી. પર્યાયાંતરને પ્રાપ્ત થએલી પિતાની જ બહેન કે માતાને પણ તે પિતાની પત્ની બનાવવા તેયાર થઈ જાય છે. નવાહનની જાળમાં સપડાએલી કનકમાળા, દેવની મદદથી ચિત્રવેગને મળી એ વાત ધનદેવે તમને પહેલાં જણાવી દીધી છે. ચિત્રવેગ પછી તે વિદ્યાધરેંદ્ર થયો અને વૈતાઢ્યગિરિમાં પિતાની સ્ત્રી સાથે સુખથી દિવસે ગાળે છે.. ચંદ્રજુન દેવ પણ ત્યાંથી ચવીને વૈતાઢ્યની ઉત્તરશ્રેણીમાં ચમરચંચા નગરીમાં ચિત્રગતિ નામે વિદ્યાધર થયા અને ચંદ્રપ્રભા દેવી પણ તેની પ્રિયંગુમંજરી નામે ભાર્યા થઈ. ચિત્રવેગે ઉત્તરશ્રેણીનું રાજ્ય અને વિદ્યાઓ પણ ચિત્રગતિને આપ્યાં. - એક વાર ચિત્રવેગ વિદ્યાધર, પિતાની સ્ત્રી કનકમાળાને લઈ, અષ્ટાપદગિરિમાં શ્રી જિનેંદ્ર ભગવાનને વંદન કરવા ગયે. ત્યાં ભરત રાજાએ કરાવેલી શ્રી જિનેંદ્ર ભગવાનની પ્રતિમાઓને ભક્તિપૂર્વક વાંદી પાછો આવતો હતો એટલામાં એક બાળક તેની દ્રષ્ટિએ પડ્યો. વૈતાઢ્યગિરિની વન-નિકુંજમાં એક શિલા ઉપર એ બાળક પડ્યો હતો. બાળકની કાંતિને લીધે આખું વન જાણે કે કાંતિવાનું બન્યું હોય એમ લાગતું હતું. એના ગળામાં દિવ્ય મણિ હતે. કઈ પણ પ્રાણી આવા મનહર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust