________________ (2008) સતી સુરસુંદરી. કાલે દઉભાસ પર્વતમાં આવ્યું હતું. અવધિજ્ઞાનને ઉપગ મૂકતાં મેં તમને અહીં જોયા, એટલે તમારા દર્શન કરવા આટલે સુધી ઉઠે આવે.” શિવક દેવે કહ્યું. ' મને થયું કે ખરેખર એક નવકારમંત્રને પણ કેટલે પ્રભાવ છે? નવકારમંત્ર સંભળાવવાથી, પલ્લીપતિ ભીલને એક અનુચર દેવતાની મહાન ઋદ્ધિ પામે છે અને અવધિજ્ઞાનના પ્રતાપે પિતાના પૂર્વભવના ઉપકારી પુરૂષની પણ સંભાળ લઈ શકે છે. જૈન ધર્મ પામેલા જ કેટલા ભાગ્યશાળી છે? નવકારમંત્રને મહિમા આટલો બધો છે તો પછી જેમણે સંસારની જાળ છેદી મહાવ્રત અંગીકાર કર્યા હોય, અહોનિશ શ્રી જિનેશ્વર ભગવાનનું સ્મરણ-ચિંતન કરતા હોય, એમના જ શાસનની પ્રભાવના વર્તાવતા હોય તેમનાં સુખ અને સમૃદ્ધિ વિષે તે કંઈ પૂછવાપણું જ ન હોય. - હું આવી ભાવનામાં નિમન હતું તે વખતે દેવે મને વિચારનિદ્રામાંથી જાગ્રત કર્યો અને કહ્યું - “મહાનુભાવ! દેવતાનું દર્શન નિષ્ફળ નથી જતું, માટે ચાલો, તમને હસ્તિનાપુર પહોંચાડી દઉં અને થોડા દિવ્ય રત્ન આપી મારી જાતને કૃતાર્થ થએલી માનું.” - દેવના આગ્રહને હું અનુકૂળ થ. તેમની સાથે જવાની સમ્મતિ આપી. આ એ જ ક્ષણે દેવે પિતાની શક્તિથી દિવ્ય વિમાન વિકુછ્યું, અને મારી પાસે અસંખ્ય દિવ્ય રત્ન મૂક્યાં. વિમાનમાં હું બેઠે એટલે એ ઊર્ધ્વગતિએ ઉડયું અને મને થે જ વારમાં હસ્તિનાપુરમાં લાવીને ઉતાર્યો.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust