________________ ચતુર્દશ પરિચછેદ. ( 219 ). થોડે દૂર ગયા પછી કુમારે પિતાના સુમિત્ર નામના સહઃ ચારીને પૂછયું: " મિત્ર સુમતિ! હાથમાં દર્પણ લઈ ઉભી હતી તે યુવતી કેણ હતી ?" * સુમતિએ જવાબ વાઃ 8 સાગરદત્ત શેઠના પુત્ર સુબંયુની એ સુચના નામની સ્ત્રી છે.” અશ્વકીડા કરી કનકરી ઘેર પાછા આવ્યા પણ સુચનાનું મરણ તે મૂકી શકતો નથી. પળેપળે સુલોચનાની આકૃતિ તેની નજર સામે ખડી થાય છે. ખાન-પાન કે આરામ ભૂલીને તે ફુલોચનાનું જ ધ્યાન ધરે છે. સુલોચના વિના એક પળ વીતાવવી હવે તેને અસદા થઈ પધ, પરંતુ સુચનાને શી રીતે મેળવવી એ એક મોટો પ્રશ્નન થઈ પડ્યો. - " સુલોચના વિના આ રાજલક્ષમી અને યૌવન પણ નિરર્થક છે. " કનકરથ એકાંતમાં વિચાર કરવા લાગ્યું. અને તેને સુઝથું કે માત્ર વિચાર કરવાથી સુચના મળી શકે નહી. એને માટે પ્રયત્ન કરવો પડે. સુલેચના પિતે સમ્મત થાય તો તે ઠીક જ છે નહિંતર બીજી કઈ જાળ ગોઠવવી પડશે. , આ વિચાર કરી કુમારે એક ચતુર પરિત્રાજિકાની સહાય લાથી. પરિત્રાજિકાને તેણે પિતાના મનની સ્થિતિ સમજાવી. પરિત્રાજિકાએ સુચના મેળવવી આપવાનું બીડું ઝડપ્યું. તે રાજમહેલમાંથી નીકળી સીધી સુલોચના પાસે પહોંચી સુલચના પણ એકાંતમાં બેસી કુમારનાં જ સ્વપન સેવતી હતી. પરિત્રાજિકાએ લાગ જોઈને કહ્યું - “સલેચના! તું ઉદાસ કેમ દેખાય છે? તું કેનું ધ્યાન ધરે છે? સરળભાવે મને બધી વાત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust