________________ (226) સતી સુરસુંદરી. . બન્ને બહેનેએ એમની પાસે જઈ પોતાનો પરિચય આપવા માંડ્યો, પણ સુચના અને કનકરીને તે હસવા-ગાવા-નાચવા સિવાય બીજું કંઈ સૂઝતું નથી. સાધ્વીજીઓને લાગ્યું કે સુધર્મસૂરિજી સિવાય આનું નિરાકરણ અન્ય કેઈથી નહીં થાય. તેઓ આ ઉન્મત્ત પ્રેમિકોને સમજાવી પિતાના ગુરૂદેવ સામ લઈ ગયા. ગુરૂદેવે ઉન્મત્ત દશાના કારણે વિસ્તારથી સમજાવ્યા. " ભગવન્આ ગાંડપણનો જે કંઈ ઉપચાર થઈ શકતા હોય તો દયાદષ્ટિએ એમને બચાવી લે.” સાધ્વીજીઓએ ગુરૂદેવના ચરણમાં નમી પ્રાર્થના કરી. સૂરિજીએ એક પ્રકારનું એવું ચૂર્ણ આપ્યું કે જેથી એ અને પ્રેમિકો ધીમે ધીમે પિતાની અસલ સ્થિતિમાં આવી ગયા. તે પછી વસુમતીએ એમને એમના ગાંડપણની યાદ આપી, સુધર્મસૂરિના ઉપકારનું મરણ કરાવ્યું. સુચના અને કનકરથ પાના પરમ ઉપકારક શ્રી સુધર્મસૂરિજીની સેવાભક્તિ કરવા લાગ્યા. એમની ભક્તિભાવના જોઈ સૂરિજીએ એક દિવસે સંસાર સ્વરૂપને તાદ્રશ્ય ચિતાર ખડો કર્યો અને કહ્યું ““સંસારના ભોગવિલાસ પાછળ દોડનારા સંસારીઓ આ લાકમાં અને પરલોકમાં પણ અનેક વિટંબણાઓ હારી લે છે. વિષયસુખની તૃણું મનુષ્યને ક્યાં જંપવા દેતી નથી. તમે પણ આસક્તિને લીધે જે ચીકણું પાપ બાંધ્યું હતું તેનું ફળ ઉમા દશામાં ભોગવ્યું. રાજાને ત્યાં જમ્યા છતાં તમે રાજ્ય ખારું, લોકોની હાંસીને પાત્ર બન્યા અને એ ઉપરાંત બીજા પણ અનેક દુઃખ વેઠ્યાં. નારક અને તિર્યંચ ગતિમાં જે સહ દુઃખ ભોગવવા પડે છે તેની પાસે તે અહીંના દુઃખ કંઇ જ ગણતરીમાં નથી. સંસારને ત્યાગ, સદગુરૂ-દેવ–ધમની ઉપાસના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust