________________ ચતુર્દશ પરિચ્છેદ. ( ક ધનદેવે અમરકેત રાજા પાસે જે ઈતિહાસ રજુ કર્યો | સાંભળીને સુરસુંદરીને ચહેરો ઉતરી ગયે. એને થયું કે 'ખ સિવાય સુખ જેવી કઈ વસ્તુ શું મારા ભાગ્યમાં હિી હોય ? મારા પ્રાણવઠ્ઠભ ઉપર જે સીતમ ગુજર્યો છે તે સાભળતાં મારું કાળજું કાં ચીરાઈ જતું નથી ? અરેરે ! સમુ માં એમની કેવી વલે થઈ હશે? મેં જ એમને મારા પિતાની Lદદે મોકલ્યા અને એમાંથી જ આ બધું અનિષ્ટ જખ્યું ! હું મા જગત્ ઉપર જન્મી જ શા સારૂ ? મારી ખાતર કેટકેટલાં માણસને નિરવધિ કષ્ટ તથા સંતાપ વેઠવાં પડે છે? હવે હું એમનું મુખારવિંદ જેવાને જ્યારે ભાગ્યશાળી થઈશ? નેહ માત્ર અસ્થિર હોય છે તે એમને નેહ આવા આપત્તિકાળમાં ટકી રહે એ શું સંભવિત છે? કે જાણે મારી શી દુર્દશા થશે ?" - અપ્રિય ચિંતા મનુષ્યનું હીર હરી લે છે. સુરસુંદરી રાત-દિવસ ચિંતાની ભઠ્ઠીમાં સળગતી હોવાથી ધનદેવની વાત સાંભળી મૂછિત થઈ ગઈ. કમલાવતી એ વખતે ત્યાં પાસે જ બેઠી હતી, તેણીએ તેને પિતાના ખેાળામાં ઝીલી લીધી. કમળાવતી અત્યારે સુરસુંદરીને કંઈ બોધ કે આવાસન આપી શકે એમ ન હતું, કારણ કે તેણુએ જે પિતાનો એકને એક વહાલસોયે પુત્ર ભરઅરણ્યમાં ગુમાવ્યો હતો P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust