________________ ( 212 ) સતી સુરસુંદરી તેનું તેને સ્મરણ થઈ આવ્યું અને એને લીધે આંખમાંથી અશ્રુની ધારા છૂટી. તે પિતાના પ્રિયપુત્રની સહિસલામતી-કૂશળતા સાંભળવા અધીરી બની. છતે પુત્રે પણ જે માતા પિતાના પુત્રનું મુખ ન જોઈ શકે એના જેવી મંદભાગિની બીજી કઈ સ્ત્રી હોય કુલપતિએ એક વાર કહ્યું હતું કે તે કુમાર યોવનવય પામશે એટલે તે આપમેળે હસ્તિનાપુરમાં આવી મળશે, તે ભવિષ્યવાણું પણ શું મિથ્યા બનશે? સુરસુંદરી અને કમલાવતીના હૃદયમાં સંતાપની ચિ9ગારીઓ સળગતી હતી, એ વખતે અમરકેતુ શી રીતે સ્થિર રહી શકે ? એનું મોં પણ પહ ગયું. ઉદાસીનતાએ એની ઉપર અધિકાર જમાવ્યું. આ મૂચ્છ પામેલી સુંદરી કેણ છે?” હંસિકાને ધનદેવે પૂછ્યું. હંસિકા એ વખતે સુરસુંદરીના દુ:ખમાં ભાગ લેવા ધીમે હાથે વીંઝણે હલાવી રહી હતી. . હંસિકાએ ગળગળા શબ્દોમાં સુરસુંદરીને અત્યારસુધીને વૃત્તાંત કહી સંભળાવ્યું. ધનદેવ બોલી ઉઠ્યોઃ “મહારાજ ! આપના જેવા સુજ્ઞ પુરૂષ આમ ઉદ્વિગ્ન બની જાય એ ઠીક ન કહેવાય. સુમતિ નૈમિત્તિકે જે કહ્યું તે શું આપ ભૂલી ગયા ? એણે કહ્યું હતું કે કુસુમાકર ઉદ્યાનમાં જ્યારે આકા- : શમાંથી બાળા પડશે ત્યારપછી થોડા જ દિવસમાં તમારપિતાના પુત્ર સાથે તમારે સમાગમ થશે, માટે હવે ચિંતા કરવાનું કંઈ કારણ નથી. સુમતિ નૈમિત્તિકનો શબ્દ ફૈઈ બેટો પાઠ શક્યું નથી. તે યથાર્થવાદી છે. આપે સૌએ ખૂબ શ્રદ્ધા અને ધીરજથી રાહ જોવી ઘટે છે. " P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust