________________ ગયેદશ પરિચ્છેદ. (205) ! રસતાં. જાણે કે મેતીના થાળ ભરી કે મારું સ્વાગત કરતું કવિની. કંઈ વાર પરવાળાના ઢગ મારા માથા ઉપર આવી પડતાં, તુ એ તરફ લક્ષ આપવા જેટલી સ્વસ્થતા ન્હોતી રહી. પાંચમે * ઉસે હું માંડમાંડ દરીઆના કાંઠા નજીક પહોંચે. : ચાર-ચાર દિવસ ને રાત અખંડપણે દરીઆમાં ગાળવાથી મન ખૂબ શરદી લાગી ગઈ. સૂર્યનાં સંતપ્ત કિરણો નીચે બેસી મેં રીરદી ઉડાવ. આસપાસ વસ્તી જેવું કંઈ ન હતું. પાકેલાં ફળ-ફૂલ વિગેરે મેળવી મેં મારી ભૂખ શમાવી. પછી નાળીએરીના સૂકાં ટાપરામાંથી તેલ કાઢી અત્યંગ કરી, સમુદ્રસ્નાન કર્યું. ચંદનના પલવાને નીચોવી, અંદર કપૂર મેળવી આખા શરીરે એનું વિલેપન કર્યું. એ પ્રમાણે શારીરિક ઉપચાર યથાશક્તિ કર્યા. - પરંતુ પરિજનથી–ધનથી વિખુટા પડેલા-અણધારી ભૂમિમાં આવી ચડેલા મારા જેવા માણસે હવે શું કરવું ? હું એક શિલા ઉપર બેસી વિચાર કરવા લાગ્યા. સમુદ્રમાં તરતા જે મહાપુરુષને મેં મારી નકામાં લીધા હતા તેમનું આ તોફાનમાં શું થયું હશે ? એવી ચિંતા ઉપજી. કોણ જાણે સમુદ્રકાંઠે-નિર્જન અરણ્યમાં કેટલાય દિવસ નીકળી ગયા. એક દિવસે હું અહીં-તહીં આટા મારતો હતો એટલામાં કઈકનો અવાજ આવતે સાંભળ્યો. . ધનદેવ ! તું શા સારૂ ઉદ્વિગ્ન દેખાય છે? " એવા શબ્દો મારા કાને પડ્યા. અહીં મને નામથી કેણ બોલાવતું હશે ? મેં ઉપર નજર કરી તે એક પ્રપુલ્લિત મુખવાળે, દેદીપ્યમાન સુગટધારી દેવકુમાર દેખાયે. એના દેહમાંથી તેજ અને કાંતિના કિરણે છુટતાં હતાં. એ દેવ મારી જ તરફ જ આવતા હતા. હું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust