________________ નવમ પરિચછેદ. ( 101 ) એટલું બોલતામાં તેના કંઠે શેષ પશે. ધનદેવે તેને પાવા સારું ડું પાણી મંગાવી એના હેમાં સીંચ્યું. “પણ આવે જુલમ કોણે-શા સારૂ કર્યો?” ધનદેવની જાણવાની વૃત્તિ તિવ્ર બની. “આજથી ત્રીજા દિવસ ઉપર સિધ્ધપુર નગરમાંથી એક માણસ આવ્યે.” દેવશર્માએ સિંહપલીની દુર્દશાને વૃતાંત સંભળાવવા માંડે. “એ માણસે પોતાને સુમતિ મંત્રીના સંદેશવાહક તરિકે પરિચય આપ્યો અને કહ્યું કે મંત્રીએ સુપ્રતિષ્ઠ -કુમારને ખૂબ સાવધાન રહેવાનું જણાવ્યું છે. હકીકત એવી છે કે સુગ્રીવરાજાને, વિષયસુખમાં બહુ આસક્ત રહેવાથી ક્ષયરોગ લાગુ પડ્યો છે. દિવસે દિવસે તેમની ક્ષીણતા વધતી જાય છે. રાજ્યનું કંઈ કામ કરી શકતા નથી. સુરથકુમાર ધારે તે રાજ્યની વ્યવસ્થાને ભાર લઈ શકે, પણ તેની પાસેથી એવી આશા રાખવી નકામી છે; કારણ કે તે પણ વ્યસનના પાશમાંથી બચી શક નથી. વ્યસની માણસને અને સંયમને પહેલેથી આડવેર હોય છે. સુરથકુમાર સ્વછંદી બન્યું છે. પ્રજા પણ એના સ્વચ્છેદથી ગળે આવી ગઈ છે. રાજ્યના વફાદાર સામંતના દિલમાં અસંતોષ ધુંધવાઈ ઉઠો છે. સિા કઈ માને છે કે અત્યારે સુપ્રતિષ્ઠ કુમાર હેય તે જ પ્રજાને સુખશાંતિ અને સંતોષ આપી શકે. પ્રજા અને સામતે એની હાજરી વછે છે. કનકવતીને એ વાતની ગંધ આવી ગઈ છે, તેથી તેણીએ સુપ્રતિષ્ઠ કુમારરૂપી કાંટે ઉખેડી નાખવા માટે મોટો સિન્યની તૈયારી કરી છે, એ સિન્ય ક્યારે હલ્લો કરે તે કહી શકાય નહીં, માટે તમારે (સુપ્રતિષ્ઠને) ખૂબ સાવચેત રહેવું. સુપ્રતિષ્ઠ હજી બચાવની તૈયારી કરે તે પહેલાં જ રથ, ઘેડા અને પાયદળ સૈન્યનાં ધાડાં વંટોળીયાની જેમ અહીં આવી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust