________________ એકાદશઃ પરિચ્છેદ. ( 143 ) એકલાં સુખ-શાંતિને લઈને શું કરે? દેહને અન્ન અથવા આહારની ઈચ્છા થાય ત્યારે શાંતિ કે સહિસલામતી કંઈ થોડાં જ કામ આવે? એક દિવસ–બે દિવસ માણસ ભૂખ્યું રહી શકે, પણ કાળને માટે સાગર ઘૂઘવતે હાય-કિનારે જ દેખાતું ન હોય ત્યાં માણસ કયાં સુધી આશા રાખી શકે? ચાર દિવસ ભૂખ્યા પેટે કાઢી નાખ્યા. મને લાગ્યું કે કોઈ પણ જાતના આહાર વિના હવે જીવતા રહેવું એ અશક્ય છે. શરણહીન એવી હું અહેનિશ ઝુરવા લાગી. જીવિતની આશા પણ આખરે મૂકી દીધી. - પાંચમા દિવસે સૈનિકના કંઠનો કોળાહળ મારા કાને પડ્યો, દૂધથી જે દાઝયું હોય તે છાશ પણ ઝુકીને પીએ એવી કહેવત છે, તે પ્રમાણે એ કેળાહળ સુરથના સૈનિકેતે જ હોવો જોઈએ અને તેઓ મારી શોધમાં જ ભટકતાં હશે એ મારા મનમાં ધ્રાસકે પડ્યો. અરેરે ! શું એ નરાધમ સુરથે હજી પણ મારે કેડે નહીં છેડ્યો હોય ? ભૂખ અને ભયથી ક્ષણે ક્ષણે રીબાતી એવી હું કુવાની બખેલમાં અત્યંત વ્યાકુળ જેવી બની બેઠી. એક પુરૂષને કુવાની અંદર મારી પાસે આવતે જોતાં જ જમરાજ પિતે આવ્યો હોય એમ મને લાગ્યું. તેણે મને કેટલાય સવાલ પૂછયા, પણ હું તે મારી બધી શાંતિ અને ધીરજ - ખાઈ બેઠી હતી. મેં એક પણ રાવાલનો જવાબ ન આચા. સુરથના સિનિકે સાથે વાતચીત કરતાં પણ મને ભય થતા હતા. બીજી વાર એ પુરૂષ જ્યારે આવ્યું અને તેણે પિતે - જ્યારે કહ્યું કે અમરકેતુ રાજાની આજ્ઞાથી તે આવ્યું છે ત્યારે મારો ભય ઉ4 ગયે, સુરથ સંબંધી શંકા ટળી ગઈ અને સરથના સિનિકે પણ જ્યારે જ આવે છે ત્યારે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust