________________ ( 154 ) સતી સુરસુંદરી. હાર કાઢતી હોય તેમ બાકીના ભૂલાએલા પદ કહી સંભળાવ્યા. પ્રિયંવદાના કરમાયેલા મુખ ઉપર ઉલાસનું નવું લેાહી કરી વન્યું. તે બોલી ઉઠી:–“ ખરેખર તમે કહ્યા એ પદે જ ભૂલી ગઈ હતી. બહુ સારું થયું કે તમે મને યાદ કરી આપ્યા. આજથી તમે મારા ગુરૂનું છે.” પ્રિયંવદા એટલું કહી સુરસુંદરીના ચરણમાં નમી પડે. એની જીજ્ઞાસા વધુ તિવ્ર બની અને પૂછયું :- " અપૂર્વ વિદ્યાનું સ્મરણ કરાવનાર આપ કેણ છે?” હું એને જવાબ આપું તે પહેલાં જ મારી એક સખી બોલી ઉઠી: " આખા જગતમાં પોતાનાં રૂપ–લાવણ્ય-ગુણ અને અહોભાગ્યને લીધે પંકાયેલી એવી આ નરવાહન રાજાની રત્નાવતી દેવીની કુક્ષિથી ઉત્પન્ન થયેલી કુંવરી–સુરસુંદરીને શું તમે હજી પણ નથી ઓળખી શકયા? તમે વિદ્યાધરીઓ તમારી પિતાની શક્તિથી જ એ બધું જાણું શકે છે.” * પ્રિયંવદા આશ્ચર્ય અને આનંદથી મારી સામે ક્ષણભર જોઈ રહી. એની આંખમાં હર્ષનાં આંસુ આવ્યા અને કહ્યું કે " અરે ચંદ્રમુખી ! તું તે મારી માસીની પુત્રી હેન થાય.” પ્રિયંવદા મારા ગળે બાઝી પી. મેં પણ એને મારે ઘરે આવી, પિતાની માસીને મળવા આગ્રહ કર્યો, પરંતુ મારો આગ્રહ નકામે ગયે. પ્રિયંવદાએ કહ્યું: - " હેન, અત્યારે તે હું ખાસ મારા ભાઈ-મકરકેતુને - મળવા માટે જ જાઉં છું. એક મહિનાથી મેં એને નથી જોયા. મારા દિલમાં એટલી બધી ઉત્સુકતા વ્યાપેલી છે કે હું તેનું પૂરું વર્ણન આપી શકતી નથી, માટે તમે આગ્રહ કરવાનું અત્યારે માંડી વાળે. પાછી ફરીશ ત્યારે જરૂર હું તમને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust