________________ ( 176 ), સતી સુરસુંદરી સુખ-સમાધિએ પોતાનું રાજ્યતંત્ર ચલાવે છે. મારી ઉપર પણ તેને કંઈ જે તે ઉપકાર નથી. એણે જ મને પિતાના રાજ્યને છેડે ભાગ આપી, રાજા તરીકે મારે અભિષેક કર્યો છે. એક દિવસે હું પ્રાતઃકાળમાં કંઈ કામને સારૂ, આકાશમાગે રત્નદ્વીપ તરફ જતે હતો એટલામાં મેં તમને અગાસીમાં નિદ્રાવશ થએલાં જોયા. નિદ્રાવસ્થામાં પણ તમારું સૌંદર્ય, ચાંદનીના પ્રકાશની જેમ વિસ્તરી રહ્યું હતું. હું મારા મનને કાબૂમાં રાખી શકશે નહીં. હરણ કરવા સિવાય બીજો ઉપાય ન હતો તેથી અંતે મેં તમારું હરણ કર્યું; પરતુ હે સુંદરી ! હવે નકામાં વલેપાત કરવાથી કંઈ અર્થ ન સરે. હું તમને વિતાઠ્યપર્વતમાં લઈ જઈશ અને મારા હાળા સરખા રાજ્યમાં પણ આપણે બન્ને ખૂબ આનંદ વૈભવ માણીશું. " .. - એની માગણું સાંભળી, આકાશમાંથી જાણે કે મારી ઉપર વા ટી પડ્યું હોય એવું દુઃખ થયું. મને વિચાર થયે કે " હું કેટલીબધી અભાગણી છું ? મારા લીધે જ મારા પિતા દુશમન રાજની ભયંકર જાળમાં સપડાયા છે. હું જેમને અંત:કરણથી ચાલી રહી છું એ પુરૂષ પણ મને ન સાંપડ્યો. વચમાં એક ત્રીજે જ પુરૂષ મારૂં હરણ કરી ગયા. આના કરતાં તો હું જન્મી જ ન હોત તે કેવું સારું થાત ? અને એમ નહીં તે મારા પિતાને આફતમાંથી બચીવવા મેં પોતે જ શત્રુંજય રાજાના ગળામાં વરમાળ નાખી હોત તે પણ કેટલા સિનિકોના જીવ બચાવી શકત ? પરંતુ હવે એ ડહાપણ શું કામનું ? બુદ્ધિએ કંઈ માગ ન સૂઝા મૂઢ મૂર્શિતની જેમ ઉદાસ ભાવે બેસી રહી.” મને વિચારમાં ગરકાવ થએલી જઈ પેલે પુરૂષ બોલ્યાઃ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust