________________ દશ પરિચ્છેદ. (191) Rહ્યું હોય એ ભ્રમ થયા વિના ન રહે. લગભગ બધા દેશેમાંથી કંઈક ને કંઈક કરીયાણું અહીં આવે છે. અમે યથાપગ્ય દાણ ચૂકવી અમારે માલ કાંઠે લાવી મૂક્યો અને મજસંત તથા વિશાળ એવું એક મેટું વહાણ ભાડે લીધું. : _શુભ તિથિ, શુભ નક્ષત્ર અને ઉત્તમ પ્રકારને યોગ જોઈ વધિપૂર્વક અમે સમુદ્રપૂજન કર્યું. જિતેંદ્ર ભગવાનની પૂજા કરી, શ્રમણ સંઘને દાન આપી સૌને સંતુષ્ટ કર્યા. માંગલિક tછત્રોના નિર્દોષ વચ્ચે અમે અમારે માલ વ્હાણુમાં ભરી સમુદ્રમાં પ્રયાણ આદર્યું. એક દિવસે સમૃદ્રમાં પર્વત પર્વત જેવડા મેજા ઉછળતા તા. મહાન અને ભયંકર મગરમચ્છના પૂંછડાના આઘાતથી હિના તરંગો ઉત્પન્ન થઈ પાછા સમુદ્રની અંદર સમાઈ જતા તા. સમુદ્રનું ઘોર સંગીત આકાશમાં ગેબી પડઘા ગજવતું Bતું. દરીયાના અનુભવી નાવિકો કહેતા હતા કે આપણું -હાણ બરાબર મધ્યમાં આવી પહોંચ્યું હતું.' ઝપાટાભેર અમારું વહાણ ગતિ કરી કહ્યું હતું. એટલામાં થાંભલાના સૌથી આગલા ભાગને વિષે બેઠેલા એક પુરૂષ આશ્ચર્યા દર્શાવતાં કહ્યું: " કોઈ એક અપૂર્વ તેજસ્વી–દેવ જેવી કાતિવાળો પુરૂષ પોતાની ભુજાઓના બળવડે આ સમુદ્ર તરતા ઉખાય છે.” અમે એ દેખાવ પ્રત્યક્ષ જોયે. આ બળવાન, સાહસિક પુરૂષ કોણ હશે? વહાણમાં નિરાંતે બેસવા છતાં નીચે પાણીમાં જેવા માત્રથી છાતીના ધબકારા વધી જાય એવી અમારી સ્થિતિ હતી, છતાં આ પુરૂષ તે અંધારી-કાળી રાતે-ભરસમુદ્રમાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust