________________ દ્વાદશ પરિછેદ. (183) હિજ રીતે મેળાપ શી રીતે બને ? દેવ જ અજાણ્યા માણસોને રળખીતા જેવા બનાવે છે, નિધનને પણ ધનવાન અને ધનનિને નિર્ધન બનાવી દે છે.” - “પ્રિય સખી પ્રિયંવદા” મેં મારા પિતાના હૃદયમાં ખુંચતા પલ્યની વાત કહેવા માંડીઃ “મારા પ્રિયનું દર્શન કરવા છતાં મેં હજી ખેદ કે સંતાપથી છેક નિમુકત થઈ શકી નથી. પણ પિતાની–એમના રાજ્યની સ્થિતિનું સ્મરણ થતાં જાણે કે એક સાથે સે વીંછી ડંખતા હોય એવી વેદના થાય છે. મારા પિતાના રાજ્ય ઉપર, મારી જ ખાતર શત્રુંજય રાજાએ પરી ઘા છે. વેરી પ્રબળ છે. આજે મારા પિતાની શી થતિ હશે તેની કલ્પના થઈ શકતી નથી. એ વિચાર જ મને મૂરિષ્ઠત બનાવી મૂકે છે.” એટલામાં જ છે હંસિકા ! મકરકેત પણ દેવપૂજા આદિથી પરવારી ત્યાં આવી પહોંચે. તેણે મારી આંખમાંથી વહેતા આંસુ નજરોનજર જોયા. - " પ્રિયંવદે ! આ હારી પ્રિય સખી શા સારૂ રડે છે ?" મકરકેતુએ પૂછ્યું. “એને પિતા મોટી આફતથી ઘેરાયે છે. શત્રુંજય રાજા સાથે એ યુદ્ધમાં પડ્યો છે,» ટુંકામાં પ્રિયંવદાએ આખી કથા કહી સંભળાવી. તમારે કેઈએ એ વિષે લેશ પણ ચિંતા ન કરવી.” મકરકેતુએ કહ્યું: “હું જ્યાં સુધી જીવતે છું ત્યાં સુધી કોઈની તાકાત નથી કે તમારા પિતાને કોઈ વાંકે વાળ પણ કરી શકે. હું અત્યારે-આ ક્ષણે જ ત્યાં જઉં છું. પાછા વળું ત્યાં સુધી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust