________________ (180). સતી સુરસુંદરી. મકરકેતુને ઉદ્દેશીને વિનયપૂર્વક બેઃ “કુમાર! જિનેંદ્ર ભગવાનની પૂજાને સમય થઈ ગયું છે. " મકરકેતુ જવા તૈયાર થયું એટલે હું પણ લજિજત જેવી ઉઠીને બેઠી થઈ. મને સ્વસ્થ બનેલી જોઈ પ્રિયંવદાએ પૂછ્યું -" સુતનુ! ભૂચર મનુષ્યને બહુ દુગમ એવા આ ૨નદ્વીપમાં તું શી રીતે આવી ચડી ? અને વિષફળ ખાઈ આત્મત્યાગ કરવાની બુદ્ધિ કેમ સૂઝી ? " એના જવાબમાં મેં મારી સંપૂર્ણ વિતક કથા કહી સંભળાવી. << પણ પ્રિયંવદે ! તમે મને ચિત્રપટ આપીને ક્યાં ગયા હતા ? તમે અહીં શી રીતે આવી ચડ્યા ? મને તમે શા સારૂ મરતી બચાવી ? " મેં સામો પ્રશ્ન કર્યો. - " તને ચિત્રપટ આપી હું પિતે આ રત્નદ્વીપમાં આવી છે મેં તને એ વખતે જ કહ્યું હતું કે હું મારા ભાઈ મકરકેતુ પાસે આવવા અધીરી બની હતી. મકરકેતુ વિદ્યા સાધતે હેવાથી, મારા જેવી એક પરિચારિકાની તેને જરૂર હતી. પિતાની આજ્ઞાથી હું તેની સારવાર કરવા લાગી. હવે તે તેની એ સાધના સંપૂર્ણ થઈ છે અને મારા પિતા કેટલાક વિદ્યાધરોને સાથે લઈ અહીં આવ્યા છે. હેમણે જિનેંદ્ર ભગવાનની પૂજાના મોટા ઉત્સવ ચાલે છે. અઠ્ઠા મહોત્સવની ધામધુમ વર્ણવી જાય એવી નથી. આજે પ્રાતઃકાળે એવું બન્યું કે મકરકેતુ કંઈ કામને અર્થે આ અરયમાં ફરતે હતો એટલામાં વાંસની ઝાની અંદર એક ઉત્તમ ખ પડેલું તેના જેવામાં આવ્યું. જેમરાજની જીભ જેવું ચકચકિત ખચ્ચ અહીં કયાંથી આવ્યું એ વિચાર આવતાં તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust