________________ ( ૧૫ર ) સતી સુરસુંદરી. પોતાના બે બાહુ આકાશમાં ફેલાવી રહી હતી. જાણે કે એ ઉડવાનો પ્રયત્ન કરતી હતી, પરંતુ કોઈ અજાણ્યા કારણે તે ઉી શકતી નહીં. એથી એના સંદરતેજસ્વી–વનમંડિત સુખ ઉપર ગભરામણની કાળી છાયા પથરાઈ હતી. તે પિતાને એકાંત સ્થાનમાં માનતી હતી તેથી અમારી તરફ એનું મુલ લક્ષ ન ગયું. હું ધીમે પગલે એની પાસે પહોંચી અને મને જોતાં તે જરા શરમાયા જેવી બની ગઈ. છેલ્લી વાર તેણીએ મંત્ર બોલી ઉંચે ઉડવાને પ્રયત્ન કર્યો, પણ સહેજ ઉંચે ચડ્યા પછી તે પાછી ભૂમિ ઉપર આવી ઉભી રહી. મને આ દેખાવ જોઈ બહુ કેતુક ઉપજયું. મારાથી પૂછાઈ જવાયું. “હે સુંદરી ! તમે કોણ છો ? ઉંચે ઉડવાનો આ પ્રમાણે વ્યર્થ પ્રયત્ન કર્મ કરે છે?” “તમને એ પ્રયત્નમાં વ્યર્થતા દેખાય, પણ શું કરે કે અત્યારે લાચાર બની ગઈ છું... કારણ કે એક પદનું મને વિસ્મરણ થઈ ગયું છે. વિદ્યાધર-કન્યાએ શેક દર્શાવતાં કહ્યું પણ તમે કોણ છે? હું તમને કઈ રીતે સહાય કરી શકું?” મેં ફરી વાર પ્રશ્ન કર્યો. - વિદ્યાધર કન્યાએ કહ્યું - કુંજરાવર્તન રાજા ભાનુવેગને બે બહેને છે. એકનું નામ બંધુદત્તા અને બીજીનું નામ રત્નાવતી. બંધુદત્તા મારી માતા થાય અને રત્નસંચય નગરના ચિત્રવેગ રાજા મારા પિતા થાય. મારું પિતાનું નામ પ્રિયંવદા. મારા પિતાને કનકમાળા નામની એક બીજી રાણું છે. એના પુત્રનું નામ મકરકેતુ છે. મકરકેતુ જે કે મારે ઓરમાન ભાઈ ગણાય, તે પણ મને તે એટલે બધે હાલે છે કે એક ઘી પણ હું તેનાથી દૂર રહી શકતી નથી. હાલમાં મારા પિતાએ આપેલી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust