________________ ( 14 ) સતી સુરસુંદરી ત્યારે શું કેટલાક તપશ્ચર્યા કરવાનું કહે છે એ બધું નકામું છે ? " એક સખીએ પરિત્રાજિકાને પ્રશ્ન કર્યો. " એ દંભ છે–નરી અજ્ઞાનતા છે. જન્માંતરમાં સુખ મળશે એવી આશા રાખી જેઓ આ જન્મનાં સુખ ગુમાવે છે તેઓ ખરેખર છેતરાય છે. ધૂર્ત પુરૂષ ધર્મને નામે એમને છેતરે છે અને એમનું સુખ લૂંટી લે છે. * પરિવ્રાજિકાએ પિતાનું ભાષણ ચલાવ્યું. . પણ એમ કહેવામાં તમારી પાસે કંઈ આધાર કે પ્રમાણ છે ખરૂં ? " S T - " પ્રમાણ એક જ છે. દેહથી ભિન્ન એવી બીજી કોઈ વસ્તુ જ નથી. જીવ અને આત્મા કહી કેટલાક ઢોંગીઓએ એવી જાળ રચી છે કે બિચારા પામર માણસો એમાં ફસાઈ જાય છે. ગધેડાને શીંગડાં નથી હોતાં એ વાત જેમ પ્રત્યક્ષપ્રમાણથી સિદ્ધ થાય છે તેમ દેહથી ભિન્ન જીવ જેવી કોઈ વસ્તુ નથી એમ પ્રત્યક્ષ-પ્રમાણથી સિદ્ધ થઈ શકે છે.” પરિત્રાજિકા જરા આરામ લેવા ભી. ત્યારે તો તમે એકલા પ્રત્યક્ષ-પ્રમાણને જ માને છે. " મેં પોતે હવે ચર્ચામાં ઝૂકાવ્યું. પ્રત્યક્ષ-પ્રમાણ જેવું અચળ–અકાઢ્ય એકે પ્રમાણ નથી. દુનીયાને ઘણે વહેવાર એ પ્રમાણ ઉપર જ નભે છે. પ્રત્યક્ષપ્રમાણ, જીવની સત્તા વિષે છેક મૈન પકડે છે. અનુમાનપ્રમાણ માને તે પણ બીજી રીતે પ્રત્યક્ષ-પ્રમાણ માનવા સિવાય ગત્યંતર નથી. અનુમાન–પ્રમાણથી પણ ઈવસ્તુ સિદ્ધ થશે શકતી નથી. ITT P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust