________________ દ્વાદશ પરિચછેદ, ( 167 ) પરાજિત થએલી પરિવ્રાજિકાને સંબોધી સખીઓએ પણ ખૂબ મહેણું માર્યો. કેઈએ કહ્યું -" બાઈ, તમને તમારી શુદ્ધિને અપચે થયે લાગે છે, પણ તમે અહીં સિ હની. . ૩ફામાં શી રીતે આવી ચડ્યા? " બીજીએ કહ્યું: " પોતે અનાચારી હોય તે બીજામાં પણ અનાચાર જ દેખે. આ પરિવ્રાજકા પિતે સ્વાથી–ઢોંગી–ધૂતારી છે એટલે બીજા પવિત્ર શાસ્ત્રકારને પણ એ જ વિશેષણ લગાડે છે. " ત્રીજીએ કહ્યું " ભલી થઈ ને અહીંથી ચાલી જા, નહિંતર જે કઈ માથાનું મળશે તે તારી જીભ જ ખેંચી કાઢશે.” - ઉપરાઉપરી મહેશશી કંટાળી ગએલી બુદ્ધિલા, હઠ ફફડાવતી, ક્રોધથી ધમધમતી ત્યાંથી રવાના થઈ. જતાં જતાં તે વેર લેવાનો–અપમાનનો બને તેટલો ઘાતકી બદલે લેવાનો નિશ્ચય કરતી ગઈ. બુદ્ધિલા એ પિતાની જાળ બરાબર પાથરી. એણે એક ચિત્રપટ ઉપર સુરસુંદરીની મનોહર આકૃતિ ઉતારી. ચાગ્ય સ્થળે ભભકાદાર રંગ ભર્યા. કેઈપણ કમી પુરૂષ એ આકૃતિ જોતાં જ મોહમુગ્ધ બની જાય એવી તદબીર ગોઠવી. તે ઉજયિનીને શત્રુંજય રાજા ઘણો ઉગ્ર પ્રકૃતિવાળા, ઘમં9 અને અત્યાચારી હતે. બુદ્ધિલા કેટલેક દિવસે પોતાના ચિત્રપટ સાથે ઉજજયિનીના મહારાજા શત્રુંજયના દરબારમાં પહોંચી. - શત્રુંજય, ચિત્રપટમાંની રસુરસુંદરીને જોતાં જ ઘવાયા. આ તકનો લાભ લઇ અદ્વિલાએ રાજાને મેહમદિરા પાવા માંડ્યું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust