________________ ( 166 ) સતી સુરસુંદરી. થને જ માનીએ તે દુનીઆને બધે વહેવાર અટકી પડે. આપણે બહુ બહુ તે કેટલું પ્રત્યક્ષ જોઈ શકીએ ? વિરાટ વિશ્વની બધી વસ્તુઓ પ્રત્યક્ષ જ થવી જોઈએ એ ચેક દુરાગ્રહ છે. આપણે એક સંબંધી પરદેશ ગયે હોય અને આપણે એને પ્રત્યક્ષ ન જોઈ શકીએ તેથી શું તે હૈયાત જ નથી એમ કહી શકાય ? જીવ અને આત્મા તે જ્ઞાનીપુરૂષોએ બરાબર પૂરવાર કરી દીધા છે. શાસ્ત્ર-પ્રમાણ માનવા સિવાય કેઈને નથી ચાલતું અને તેમાં જે જે વીતરાગ, સર્વજ્ઞ અને અઢાર પ્રકારના દેષથી રહિત એવા નિરીષ પુરૂષોએ જે શાસ્ત્રીય સત્ય ઉચ્ચાર્યા છે તેની તુલના તે કેઈથી થઈ જ શકે નહીં. બીજા શાસ્ત્રમાં હજીયે વિરોધ જેવું હોય, પણ સર્વજ્ઞ ભગવાન–જિનેશ્વરના શાસનમાં એ મુદ્દલ સંભવ નથી. " ધૂર્ત લોકોએ છેતરવા માટે જ શાસ્ત્ર રચ્યાં છે " એમ કહેવું એ બુદ્ધિનો વિકાર સૂચવે છે. સર્વે પુરૂ, શાસ્ત્ર અને લેકે પકારી સમર્થ આચા–ઉપાધ્યાએ જીવ, આત્મા, પુણ્ય, પાપ, પરલોક વિષે પુષ્કળ વિવેચને કર્યા છે. જ્ઞાન કિંવા બુદ્ધિરૂપી જેને નેત્ર છે તે જ તે જોઈ શકે છે. આંધળે માણસ બધે અંધકારે ભાળે તેથી દુનીયામાં અંધકાર સિવાય બીજી કોઈ વસ્તુ નથી એમ કઈ કહી શકાય? આ બુદ્ધિલા પરિવ્રાજિકા પિતે નાસ્તિક છે–એના અંતરમાં અંધકાર ભર્યો છે તેથી જ તે પ્રકાશને જોઈ શકતી નથી. એમાં શાસ્ત્રોને દેષ નથી. " સુરસુંદરીએ સપ્ત શબ્દમાં નાસ્તિકતા સામે મારે ચલાવ્યે. બુદ્ધિલાને તે એ વખતે બુધ મરવા જેવું થયું. એની એકેએક યુક્તિ ટૂટી પડી, ઉત્તર આપવા જેટલી આવડત કે શક્તિ પણ ન રહી. મુખમંડળ ઉપર કાજળઘેરી છાયા ફરી વળી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust