________________ દશમ પરિચ્છેદ. (109 ) પિતાની સખીની રજા લઈ અંતઃપુરમાં આવી તે પણ પેલી ચિંતાએ તેને સાથ ન મૂકે. - મહેલના અંતપુરમાં આવ્યા પછી તે એ ચિંતાએ તેની ઉપર, સખ્ત હુમલો કર્યો. કમલાવતીના હોં ઉપર દુઃખ અને શોકની ઘેરી છાયા ફરી વળી. પહેલાં જે વિદ, શૃંગાર અને વિલાસ વિના તેને રસ જ હેતે પડતે તે બધાં સાહિતે તેને અરૂચીકર થઈ પડ્યાં. ઉંઘ અને ભૂખ પણ લગભગ ભૂલી જવાયા. શરીર એની એ જ ચિંતામાં ક્ષીણ બનતું ચાલ્યું. જાણે કે પુત્રની ચિંતાએ તેણીના આરોગ્ય અને બુદ્ધિનું પણ હરણ કર્યું હોય એ ઘાટ થયે. પાણીના મહાપૂર વચ્ચે સપડાયેલે માણસ જેમ પૂરો શ્વાસ પણ લઈ શકે નહીં અને ગુંગળાયા કરે તેવી જ - કમલાવતીની દશા થઈ પી. , કરમાતી જતી કમલાવતીને રાજાએ એક દિવસ પૂછયું: “તમને એવું તે શું દુઃખ આવી પડ્યું છે કે આટઆટલા વૈભવ વચ્ચે પણ હું તમને હમણા હમણ ઉદ્વિગ્ન બનેલાં જોઉં છું?” રાણીના નેત્રમાં આંસુ ઉભરાઈ આવ્યા. હૃદય ખોલીને પૂરી વાત સ્વામીને શીરીતે નિવેદન કરવી તે એક મેટી મુંઝવણ થઈ પદ્ધ, છતાં સ્વામીના સ્નેહને નિરાદર કરવાની હિમ્મત તે કરી શકી નહીં. અત્યંત સંકેચ અને નમ્રતા સાથે કમલાવતીએ કહ્યું: “મને આપની કૃપાથી મુદ્દલ દુઃખ નથી. આ દુનિયામાં - એવું કેઈ સુખ નથી કે જે મેં આપના પ્રેમમાં ન અનુભવ્યું હોય. મારું પિતાનું દુર્ભાગ્ય મને સંતાપે એમાં કઈ શું કરે? સાચી વાત તો એ છે કે યુવાન રમણીઓ જ્યારે પોતાના ન્હાનાં ધાવણું બાળકોને વાત્સલ્યથી ખોળામાં બેસારી તેમને ધવડાવે છે, લાડ લડાવે છે અને એ વખતે જે એક પ્રકારની અપૂર્વ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust