________________ ( 126 ) સતી સુરસુંદરી. સમા લે છે. એ સિવાય જમણી આંખ આમ ન ફરકે. કદાચ એ અજાણું સ્ત્રી, કમલાવતી દેવી પિતે જ હાય તે ? ખરેખર દેવની ગતિ વિચિત્ર છે. એણે ભલભલા શુરવીર અને અવતાર પુરૂષના અભિમાન પણ મૂકાવ્યા છે. જે દેવ એક વખત સિંહાસન ઉપર બેસારે છે એ જ દેવ ભિખારીની જેમ શેરીએ શેરીએ રઝળાવે છે. એટલે સંભવિત છે કે રાજમહેલમાં, અનેક પરિચારિકાઓને વિશે હાલનારી કમલાવતી પોતે જ આ નિજ ને અરણ્યમાં–કુવાની બખેલમાં રહી મહામુશીબતે પ્રાણને ટકાવી રહી હોય ! અને એ રમણું કમલાવતી ન હોય તે પણ શું થઈ ગયું દયાની ખાતર પણ મારે એને બચાવવી જોઈએ. દયારૂપી નદી ઉપર જ સર્વ ધર્મરૂપી અંકુરે ઉગી નીકળે છે. મહારાજાની આજ્ઞાને માથે ચડાવી પેલે પુરૂષ બીજી વાર કુવાની અંદર ઉતર્યો. તેણે બખેલમાં રહેલી સ્ત્રીને સંબોધીને કહ્યું. “મહારાજા અમરકેતુની આજ્ઞાથી હું બીજી વાર તમારી પાસે આવ્યે છું. તમને આ નરકવાસ જેવા દુઃખમાંથી બચાવવા મહારાજાએ પોતે જ હુકમ કરેલ હોવાથી તમારે નિઃશકપણે આ માચીમાં બેસી જવું ઉચિત છે.” - તરતજ રમણી માંચીમાં બેસી ગઈ અને બીજા માણસોએ તેને કુવાની બહાર ખેંચી કાઢી. તેણીનું શરીર અતિકૃશ બની ગયું હતું, આંખે ઉવ ઉતરી ગઈ હતી; વચ્ચે છિન્ન અને મલીન બની ગયા હતાં. મહારાજા તત્કાળ તે તેને ઓળખી શકયા નહી, પણ જ્યારે તેની આંખમાંથી એકાએક અશ્રુષાર વહી નીકળી અને મહારાજાના ચરણમાં નમી પડી ત્યારે સવન ખાત્રી થઈ કે આ અજાણી ૨મણી બીજી કઈ નહી, પશુ મહારાજાની પટ્ટરાણ પત જ હોવા જોઈએ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust