________________ છે એકાદશ પરિચછેદ. (135) “હે સુતનું આવા દારૂણ દુઃખને તું યોગ્ય નથી, પરંતુ આ સમસ્ત જીવ-જગત્ કર્મના બંધને બંધાયેલું હોય ત્યાં બીજુ શું સંભવે ? સિા કોઈ પિતાના જ કર્મો જ પરિપાક વેદે છે. પૂર્વ જન્મમાં એવું કંઈક કમ તમારાથી થયું હશે, જેનાથી તમારે આ દુઃખમય સ્થિતિમાં મૂકાવું પડ્યું. હવે વિલાપ કર નકામે છે. તમે મારી સાથે ચાલે. અહીંથી મારો આશ્રમ નજીકમાં જ છે અને વૃક્ષાદિકની છાયાને લીધે ઘણે રમણીય છે. તમારું શરીર પણ પ્રસવની વેદનાને લીધે આ ઠંડો વાયુ સહન કરી શકે તેમ નથી. સુખેથી તમે ત્યાં રહી શકશે.” તપસ્વિનીએ મને આશ્વાસન આપ્યું અને મારી બ બરદાસ કરી. તપસ્વિનીના નેહભર્યા ઉપચારથી દિવસે દિવસે મારું શરીર સુધરવા લાગ્યું. તે પછી એક દિવસે તપસ્વિની મને આશ્રમના કુલપતિ પાસે લઈ ગઈ. હું પ્રણામ કરીને કુલપતિની સામે બેઠી. એટલે તપસ્વિનીએ મારે છેડે ઈતિહાસ તેમને નિવેદન કર્યો. મારી વીતકવાર્તા સાંભળી કુલપતિએ પોતાની ગંભીરમમસ્પશી વાણુમાં કહ્યું–“હે વર્લ્સ! સર્વ સુખના કારણે ભૂત એક માત્ર ધર્મ જ છે–પરલોકને વિષે પણ એ જ માત્ર બંધુ છે. એની આરાધના જે કઈ નથી કરતું તે આવી દુઃખપરંપરાને ભોગવે છે. આ લોકના તેમજ પરલોકનાં સુખ અર્થે પણ મનુષ્ય માટે ધર્મસાધન અવશ્ય કરવું જોઈએ. શાસ્ત્રોમાં પણ ઠેકઠેકાણે એ જ ધર્મનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે, પરંતુ પ્રમાદી–પ્રાણીઓ તેને લાભ લઈ શકતા નથી.” - : કુલપતિ એ પ્રમાણે ધર્મનું મહત્તવ મને સમજાવતા હતા તે જ વખતે તપરિવનીએ ઝીણા સ્વરમાં મને કહ્યું: “આ કુલ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust